Gujarat

ગાંધીનગર મેડિકલ કોલેજમાં રેગિંગનો બનાવ; ૧૪ સિનિયર વિદ્યાર્થીઓ હોસ્ટેલમાંથી સસ્પેન્ડ

વિદ્યાર્થીઓએ ભણતર ઉપર ધ્યાન આપવાની જરૂર: સાંસદ દિનેશ મકવાણા

રાજ્યના પાટનગર ગાંધીનગરની જીએમઇઆરએસ મેડિકલ કોલેજમાં રેગિંગની ગંભીર ઘટના સામે આવી હતી જેમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ સાથે રેગિંગ કરવાના આરોપસર કોલેજ વહીવટીતંત્રએ ૧૪ સિનિયર વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધા છે.

ગાંધીનગરની જીએમઇઆરએસ મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલમાં રેગિંગની ઘટના સામે આવી હતી જેમાં બીજા- ત્રીજા વર્ષના ૧૪ જેટલા સિનિયર વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને બોલાવી ‘ઇન્ટ્રો‘ આપવાની ફરજ પાડી તેમની સાથે મજાક મસ્તી કરી માનસિક રીતે ટોર્ચર કર્યા હતા. ત્યારે પીડિત વિદ્યાર્થીઓએ હિંમત દાખવીને તાત્કાલિક મેડિકલ કોલેજ સત્તાધિશો સમક્ષ લેખિતમાં રજૂઆત કરી હતી જે બાદ કોલેજ સત્તાધિશોએ તપાસ કરતા બીજા અને ત્રીજા વર્ષના ૧૪ જેટલા જવાબદાર વિદ્યાર્થીઓ સામે પગલા લીધા છે. આ ઘટનાને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

રેગિંગ એ ગંભીર ગુનો છે, જે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન દ્વારા અત્યંત ગંભીરતાથી લેવાય છે. ેંય્ઝ્ર દ્વારા આ માટે ખૂબ જ કડક નિયમો બનાવવામાં આવ્યા છે, જેમાં એન્ટી-રેગિંગ કમિટીની રચના અને નવા વિદ્યાર્થીઓના કાઉન્સિલિંગનો સમાવેશ થાય છે. આ કમિટીનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને કોઈપણ ડર કે તણાવ વગર અભ્યાસ કરી શકે તેવું વાતાવરણ પૂરું પાડવાનો છે. ભૂતકાળમાં રેગિંગના કારણે ઘણા વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા હોવાના કિસ્સાઓ પણ બન્યા છે, જેના કારણે આ મુદ્દો વધુ સંવેદનશીલ બન્યો છે.

આ મામલે અમદાવાદ પશ્ચિમના લોકસભા સાંસદ દિનેશ મકવાણાએ પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, “ વિદ્યાર્થીઓએ પોતાની મર્યાદામા રહેવું જાેઈએ. તેમણે કહ્યું કે, વિદ્યાર્થીઓ એ રેગિંગ ઉપર ધ્યાન ના આપી ભણતર ઉપર ધ્યાન આપવાની જરૂર છે. આ પ્રકારની ઘટનાથી અન્ય વિદ્યાર્થી અને લોકોમાં અલગ મેસેજ જાય જે ન કરવું જાેઈએ.