Gujarat

વડોદરા રેલવે મંડળનું મહત્ત્વનું પગલું

ભારતીય રેલવેના વડોદરા મંડળ દ્વારા મુસાફરોની સુવિધા અને ઓપરેશનલ ક્ષમતા વધારવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ડભોઈ અને એકતાનગર સ્ટેશન વચ્ચે આવેલા તિલકવાડા સ્ટેશનને D-Class (નોન-બ્લોક) માંથી B-Class (બ્લોક) સ્ટેશનમાં અપગ્રેડ કરવાની કામગીરી હાલ પ્રગતિ પર છે. આ ફેરફાર બાદ હવે આ સ્ટેશન માત્ર એક સાધારણ સ્ટોપિંગ પોઈન્ટ મટીને આધુનિક સિગ્નલિંગ અને બહેતર સુવિધાઓ ધરાવતું સજ્જ સ્ટેશન બની જશે.

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ (એકતાનગર) જવા માટે આ રેલવે લાઇન ખૂબ જ મહત્વની છે. અત્યાર સુધી એકતાનગર અને ચાંદોદ વચ્ચે સિંગલ બ્લોક સેક્શન હતું. તિલકવાડા સ્ટેશન B-Class બનતા હવે આ અંતર એકતાનગર- તિલકવાડા અને તિલકવાડા- ચાંદોદ એમ બે બ્લોક સેક્શનમાં વહેંચાઈ જશે:

આ વિભાજનને કારણે ટ્રેન સંચાલનની ક્ષમતા વધશે અને સેક્શન કેપેસિટીમાં વધારો થતા ભવિષ્યમાં વધુ ટ્રેનો દોડાવવાનો વિકલ્પ પણ ખુલ્લો થશે. ટ્રેનોના લાઈન ક્લિયર માટેનો પ્રતીક્ષા સમય ઘટશે, જેનાથી સમયપાલનતા માં સુધારો થશે.

સ્ટેશન પર એક નવી લૂપ લાઇનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનાથી એક ટ્રેનને સાઈડમાં ઊભી રાખી બીજી ટ્રેનને ક્રોસઓવર આપી શકાશે. આ ઉપરાંત, સ્ટેશન પર હોમ/સ્ટાર્ટર સિગ્નલ, પોઈન્ટ્સ, ટેલીકોમ્યુનિકેશન સિસ્ટમની સ્થાપના , પોઈન્ટ્સ અને સિગ્નલના સુરક્ષિત સંચાલન માટે તિલકવાડા સ્ટેશન પર ઈન્ટરલોકિંગ સિસ્ટમ,ઓપરેશન સંભાળવા માટે સમર્પિત રેલવે સ્ટાફની તૈનાત જેવા નીચે મુજબના ટેકનિકલ ફેરફારો કરવામાં આવી રહ્યા છે