રાજકોટ-મોરબી હાઈ-વે પરથી હ્યુન્ડાઈ ક્રેટા કારમાંથી વિદેશી દારૂ સાથે એક ઇસમને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.
રાજકોટ શહેરમાં પ્રોહીબીશન તથા જુગારના વધુને વધુ કેસો શોધી કાઢી પ્રોહીબીશન/જુગારની પ્રવૃતિ સદંતર નેસ્તનાબુદ કરવા સૂચના કરેલ હોય જે સુચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચ P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના વી.ડી.ડોડીયા ની ટીમના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન જયરાજભાઈ કોટીલા તથા સજેશભાઈ જળું તથા પ્રદીપસિંહ જાડેજા નાઓને મળેલ ચોક્કસ હકીકત આધારે રાજકોટ-મોરબી હાઈ-વે રતનપર ગામ, શુભ હોટલ વાળી શેરીમાં રોડ ઉપરથી આરોપીને તેના હસ્તકની હ્યુન્ડાઈ ક્રેટા કાર રજી.નં.GJ-38-BJ-2100 જે નંબર પ્લેટ ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરવા માટે ખોટી લગાડેલ હોય જે કારના સાચા રજી.નં.GJ-08-DS-8725 ના છે. જે કાર માંથી ભારતીય બનાવટના ગેરકાયદેસર વિદેશી દારૂના જથ્થા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. મહીપાલસિંહ લગધીરસિંહ ઝાલા ઉ.૩૦ રહે.કલ્યાણનગર શેરીનં.૧ સહકાર રોડ રાજકોટ. વિદેશી દારૂનો જથ્થો ૪૩૨ કિ.૫,૬૧,૬૦૦ તથા હ્યુન્ડાઈ ક્રેટા કાર કિ.૧૦,૦૦,૦૦૦ કુલ કિ.૧૫,૬૬,૬૦૦ નો મુદ્દામાલ. રાજકોટ ડી.સી.બી. પોલીસ સ્ટેશન કલમ-૬૫(એ)(ઇ), ૮૧, ૯૮(૨), ૧૧૬(બી) તથા ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ-૩૩૬(૨), ૩૩૬(૩), ૩૪૦(૨) મુજબ ગુન્હો દાખલ કરવામાં આવેલ.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


