Gujarat

જોડિયા તાલુકાના : હડિયાણામાંથી 192 બોટલ દારૂ ઝડપાયો: LCB પોલીસે 8.64 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોને પકડયા

જામનગર LCB પોલીસે જોડિયા તાલુકાના હડિયાણા ગામની સીમમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ ₹8,64,700ના મુદ્દામાલ સાથે બે શખ્સોની ધરપકડ કરી છે.

ઝડપાયેલા મુદ્દામાલમાં 192 બોટલ વિદેશી દારૂનો સમાવેશ થાય છે, જેની કિંમત ₹2,59,200 આંકવામાં આવી છે. આ ઉપરાંત, બે મોબાઈલ ફોન (કિંમત ₹5,500) અને એક મારુતિ સ્વિફ્ટ કાર (કિંમત ₹6,00,000) પણ જપ્ત કરવામાં આવી છે.

પોલીસે બિપીનભાઈ વસ્તાભાઈ વકાતર (ઉ.વ. 29, ધંધો ખેતી) અને જેઠાભાઈ કરમાશીભાઈ જૂથર (ઉ.વ. 27, ધંધો ખેતી) નામના બે શખ્સોને પકડ્યા છે. આ બંને હડિયાણા ગામની ધારવાળી સીમમાં રહે છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓએ આ દારૂનો જથ્થો મોરબીના ભીમશીભાઈ પાસેથી લાવ્યા હોવાનું જણાવ્યું છે. પોલીસે ભીમશીભાઈને પકડવા માટે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે પોલીસ કોન્સ્ટેબલ કિશોરભાઈ પરમારે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે એ.એસ.આઈ. ઘનશ્યામભાઈ ડેરવાળિયાએ કાયદેસરની કાર્યવાહી કરી છે. આ સમગ્ર કાર્યવાહી જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રતિભાની સૂચના મુજબ PI વી.એમ. લગારિયાના માર્ગદર્શન હેઠળ PSI સી.એમ. કાંટેલિયા, PSI એમ.વી. ભાટિયા અને LCB સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

Screenshot_2026-02-02-12-13-33-32_99c04817c0de5652397fc8b56c3b3817.jpg