Gujarat

અમદાવાદ એરપોર્ટ પર જેદ્દાહથી આવેલી ૪ મહિલા મુસાફરો પાસેથી ૧.૫૨ કરોડ રૂપિયાની કિંમતનું ૨૪ કેરેટ સોનું જપ્ત

અમદાવાદ એરપોર્ટ પર ફરી એકવાર ગેરકાયદેસર રીતે લાવામાં આવતું સોનું પકડાયું છે જેમાં, જેદ્દાહથી આવેલી ચાર મહિલા મુસાફરો પાસેથી ૧.૫૨ કરોડ રૂપિયાની કિંમતનું ૨૪ કેરેટ સોનું જપ્ત કરવામાં આવ્યું છે. તસ્કરોએ સોનાને ઓળખાય નહીં તે રીતે તેના પર રોડિયમનું પડ ચઢાવ્યું હતું, પરંતુ કસ્ટમ્સ અધિકારીઓની સતર્કતાએ આ આખા ખેલનો પર્દાફાશ કર્યો હતો.

૧ ફેબ્રુઆરીના રોજ જેદ્દાહથી અકાસા એરની ફ્લાઈટ નંબર ઊઁ ૫૬૪ અમદાવાદ એરપોર્ટ પર ઉતરી હતી. મુસાફરોના સામાનના એક્સ-રે સ્કેનિંગ દરમિયાન કસ્ટમ્સ અધિકારીઓને કેટલીક શંકાસ્પદ છબીઓ જાેવા મળી હતી. શંકાના આધારે એર ઇન્ટેલિજન્સ યુનિટ (છૈંેં)ની ટીમે મહિલા મુસાફરોને અટકાવી તેમની સઘન તપાસ હાથ ધરી હતી.

એરપોર્ટ પર તપાસ દરમિયાન મહિલાઓ પાસેથી સોનાની ૭ ચેઈન અને ૭ સોનાની બંગડીઓ મળી આવી હતી. તપાસમાં બહાર આવ્યું કે, કસ્ટમ્સ અધિકારીઓની નજરથી બચવા માટે સોનાના આ દાગીનાઓ પર રોડિયમનું કોટિંગ કરવામાં આવ્યું હતું, જેથી તે પ્રથમ નજરે સોના જેવું ન લાગે. અધિકારીઓએ જ્યારે તેની ચોકસાઈ કરી ત્યારે ૯૪૫.૫૭ ગ્રામ વજનનું સોનું હોવાનું જણાયું હતું, જેની બજાર કિંમત ૧.૫૨ કરોડ રૂપિયા થાય છે.

આ મામલે પ્રાથમિક પૂછપરછમાં મહિલાઓએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે, આ સોનું તેમની સાથે મુસાફરી કરી રહેલા એક ટ્રાવેલ એજન્ટે તેમને આપ્યું હતું. કસ્ટમ્સ વિભાગ હવે આ ટ્રાવેલ એજન્ટની ભૂમિકાની તપાસ કરી રહ્યું છે. પશ્ચિમ એશિયા અને ભારત વચ્ચે ચાલતા સંગઠિત સોનાની તસ્કરીના નેટવર્કમાં આ ટોળકીની સંડોવણી હોવાની પ્રબળ આશંકા છે.

આ મામલે કસ્ટમ્સ એક્ટ, ૧૯૬૨ હેઠળ સોનાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ સોનું કોને પહોંચાડવાનું હતું અને આ અગાઉ એજન્ટે કેટલી વાર આવી રીતે સોનાની હેરાફેરી કરી છે તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.