Gujarat

રાજકોટ સોનાના ચેઈનની ચિલઝડપ તથા એક્ટીવા મોટરસાઈકલ સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરી ને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ સોનાના ચેઈનની ચિલઝડપ તથા એક્ટીવા મોટરસાઈકલ સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરી ને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ શહેર તા.૫/૨/૨૦૨૬ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં થયેલ વાહન ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના વી.ડી.ડોડીયા ની ટીમના પોલીસ સ્ટાફ રાજકોટ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન રાહુલભાઈ ગોહેલ તથા જયરાજભાઈ કોટીલા તથા રાજેશભાઈ જળુ તથા દિપકભાઈ ચૌહાણ ને મળેલ હકીકત આધારે 8 દિવસ પહેલા રાજકોટ જંકશન પ્લોટ, ગાયકવાડી વિસ્તારમાં થયેલ સોનાના ચેઈનની ચિલઝડપ તથા જામનગર અંબર ચોકડી પાસેથી ચોરી થયેલ એક્ટીવા મોટરસાઈકલ સાથે આરોપી તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરી ને રાજકોટ, જામનગર રોડ, પથીકાશ્રમ પાસેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. વાહીદ સલીમભાઈ શેખ ઉ.૨૧ રહે.ભગવતી સોસાયટી શેરીનં.૨ દુધસાગર રોડ રાજકોટ. સોનાનો ચેઈન નંગ-૨ વજન ૮૩૪૦ મિલીગ્રામ કિ.૧,૪૦,૦૦૦ હોન્ડા એક્ટીવા મોટરસાયકલ રજી.નં.GJ-1O-CR-8229 કિ.૩૦,૦૦૦ કુલ કિં.૧,૮૫,૦૦૦ રાજકોટ શહેર પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ-૩૦૪,૩(૫) મુજબ ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260206-WA0009.jpg