રાજકોટ-અમરેલી જીલ્લામાંથી ચોરેલ મોટરસાઈકલ પોકેટકોપ તથા ઈ-ગુજકોપમા સર્ચના આધારે બાળકિશોર ને પકડેલ હોય.
રાજકોટ શહેર તા.૫/૨/૨૦૨૬ ના રોજ ગુજરાત રાજ્યના અન્ય જીલ્લાઓમા થયેલ મોટરસાઈકલ ચોરીના ગુન્હાઓ તાત્કાલીક ડીટેકટ કરી આરોપીઓને પકડવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચના P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના ડી.પી.ઝાલા ની ટીમના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સમીરભાઈ શેખ તથા જીલુભાઈ ગરચર તથા મનીષભાઈ ચાવડા નાઓને મળેલ સંયુકત બાતમી હકીકતના આધારે કાયદાના સંઘર્ષમા આવેલ બાળકિશોર પાસેથી ચોરી કરેલ કુલ-૧૨ મોટરસાઈકલ કબ્જે કરી કુલ રૂ.૩,૫૫,૦૦૦ ના મુદ્દામાલ સાથે કાયદાના સંઘર્ષમા આવેલ બાળકિશોર મળી આવતા કાયદેસરની કાયૅવાહી કરવામાં આવેલ છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

