Gujarat

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મિલ્કત વેરા તથા પાણી વેરા પર વ્યાજ માફી યોજના શરૂ.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મિલ્કત વેરા તથા પાણી વેરા પર વ્યાજ માફી યોજના શરૂ.

રાજકોટ શહેર તા.૧૧/૨/૨૦૨૬ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને રાહત આપવા હેતુસર મિલ્કત વેરા તથા પાણી વેરા પર વ્યાજ માફી યોજના આજે તા.૧૧/૨/૨૦૨૬ થી અમલમાં મુકવામાં આવી છે, રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઇ રાડીયા એક સંયુક્ત યાદીમાં જણાવે છે. રાજકોટ શહેરના મિલ્કત ધારકો પર બાકી રહેલ કરની રકમ પર ચડત વ્યાજમાં રાહત મળે તે હેતુથી આ વિશેષ યોજના જાહેર કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારની રહેણાંક તેમજ બિન-રહેણાંક મિલ્કતો માટે વ્યાજ માફી આપવામાં આવનાર છે. પ્રોપર્ટી ટેક્સ (સામાન્ય કર) પર ચડત વ્યાજમાં રૂ.૫,૦૦૦ સુધીની રકમનું વ્યાજ માફ કરવામાં આવશે. પાણી વેરા પર ચડત વ્યાજમાં પણ રૂ.૫,૦૦૦ સુધીની રકમનું વ્યાજ માફ કરવામાં આવશે. આ રીતે મિલ્કત ધારકોને કુલ મળીને રૂ.૧૦,૦૦૦ સુધીની વ્યાજ રાહત મળશે. આ યોજના તા.૧૧/૨/૨૦૨૬ થી શરૂ થઈ છે અને આગામી તા.૩૧/૩/૨૦૨૬ સુધી જ અમલમાં રહેશે. રાજકોટ શહેરના તમામ મિલ્કત ધારકોને અપીલ કરે છે કે તેઓ આ યોજનાનો લાભ લઈ બાકી રહેલ કરની રકમ સમયસર ભરપાઈ કરે અને વ્યાજ માફીનો લાભ મેળવે. સમયસર કરચુકવણી દ્વારા શહેરના વિકાસ કાર્યોને વધુ ગતિ મળશે અને નાગરિક સુવિધાઓમાં સુધારો શક્ય બનશે. આ યોજના અંગે વધુ માહિતી માટે નાગરિકો પોતાની સંબંધિત ઝોન કચેરી અને વોર્ડ ઓફિસનો સંપર્ક કરી શકે છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260211-WA0028.jpg