Gujarat

બોટાદમાં બાઈક પર કાર ચડાવી હુમલો: બે આરોપી ઝડપાયા

બોટાદમાં બાઈક ચાલક પર કાર ચડાવી હત્યાના પ્રયાસના કેસમાં ચાર આરોપીઓ પૈકી બેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ઝડપાયેલા આરોપીઓને ઘટનાસ્થળે લાવી ગુનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. પોલીસે ફિરોઝ ઉર્ફે કાજી કુરેશી અને તોસીફ રજાકભાઈ જાંગડની ધરપકડ કરી છે. આ કાર્યવાહી બોટાદ ટાઉન પીઆઈ ખરાડી અને તેમના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

આ ઘટના ગત 15 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે સાળંગપુર રોડ પર બની હતી. જેમાં શબ્બીરભાઈ નિયાતર પર કાર ચડાવીને તેમને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. શબ્બીરભાઈ નિયાતરે આ મામલે ફિરોઝ ઉર્ફે કાજી કુરેશી, તાહિર ઉર્ફે ફાઈટર જાંગડ, તોસીફ રજાકભાઈ જાંગડ અને સુફિયાન સિરાજભાઈ ખલ્યાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બાકીના બે આરોપીઓને પકડવા માટે સઘન શોધખોળ હાથ ધરી છે.