Gujarat

નસવાડીના લિંડા શિક્ષણ સંકુલમાં ૮ વોર્ડન સસ્પેન્ડ કરાઈ

નસવાડી
તાજેતરમાં જ નસવાડી તાલુકાના લિંડા ગામમાં શિક્ષણ સંકુલમા ધારસિમેલ, પિસાયતા, ઘૂંટીયાઆંબા અને મોડલ સ્ફૂલમાં ભોજનની ગુણવતા પર કન્યાઓએ પ્રશ્ન કર્યાં હતા. ભોજનમાંથી ઈયળ નીકળતતા કન્યાઓ વિફરી હતી અને ભોજનની ગુણવતાને લઈ રોષે ભરાઈને થાળી, ચમચી વગાડી ૧૦૦૦થી વધુ કન્યાઓ હોબાળો મચાવ્યો હતો. સ્કૂલમાં ભણવા માટે મુકવામાં આવતું બ્લેકબોર્ડ જ્યાં લખાયેલી વસ્તુથી વિદ્યાર્થીઓનું ભાવિ બને છે. પરંતુ અહીં બ્લેકબોર્ડની વ્યાખ્યા બદલાઇ હતી. મોડેલ સ્કૂલમાં રહી અભ્યાસ કરતી વદ્યાર્થિનીઓને મળતું ઇયળ વાળું જમવાનું તેમને તેમના બ્લેકબોર્ડ પર જ તેમનો કાળો વર્તમાન લખવા પર મજબૂર કરી ગયો હતો. તેમણે લખ્યુ હતું કે, દાળમાં ઇયળ હોય છે, માટે શાક ખાવા જઇએ તો તેમાં પણ ઇયળ છે. સવાર-સાંજનો નાસ્તો અડધો ચમચો હોય છે. પ્રિન્સિપાલને કહીએ તો સાંભળતા નથી. અમારે ક્યાં જવું? પાણી પીને જીવન જીવવુંછોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના લિંડા શિક્ષણ સંકુલ આદિવાસી કન્યાઓને ગુણવત્તા વગરનું ભોજન પીરસવાનો મામલે હોસ્ટેલની ૭ મહિલા અને એક પુરૂષ વોર્ડનને બેજવાબદાર ગણીને સસ્પેન્ડ કરી દેવાતા ૧૦૦૦થી વધુ આદિવાસી કન્યાઓ શિક્ષણ સંકુલના ગેટ કૂદીને ઉભાં રોડ દોડી ગઇ હતી. જેમના સમર્થનમાં વિદ્યાર્થીઓ પણ આવી ગયા હતા. શિક્ષણ સંકુલ ગેટ પર અને રોડ પર બેસીને આદિવાસી કન્યાઓ વિરોધ કર્યો હતો અને વોર્ડનના સમર્થનમાં હોબાળો મચાવ્યો હતો. જય જાેહર જય આદિવાસીના સૂત્રોચાર કર્યાં હતા. જેને પગલે આચાર્ય અને શિક્ષકો રોડ પર વિદ્યાર્થિનીઓને સમજાવવા દોડી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *