Gujarat

લીટલ લોર્ડસ પ્રી-સ્કૂલનો ભવ્ય વાર્ષિકોત્સવ સંપન્ન

‘બચપન કે દિન’ થીમ સાથે એઆઇ ટેકનોલોજી જનરેટેડ શોએ વાલીઓને મંત્રમુગ્ધ કર્યા.

રાજકોટની જાણીતી લીટલ લોર્ડ્સ પ્રી-સ્કૂલ દ્વારા તેનો ૧૮મો વાર્ષિક મહોત્સવ અત્યંત ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવ્યો હતો. આ વર્ષનો કાર્યક્રમ માત્ર મનોરંજન પૂરતો મર્યાદિત ન રહ્યો. પરંતુ શિક્ષણ અને આધુનિક ટેકનોલોજીના સંગમ સમાન બની રહ્યો.

આ કાર્યક્રમની સૌથી વિશિષ્ટ બાબત એ હતી કે તે રાજકોટનો પ્રથમ Al જનરેટેડ શો સાબિત થયો. કાર્યક્રમ દરમિયાન પૃષ્ઠભૂમિમાં જે અવાજ સાંભળવા મળ્યો તે સંપૂર્ણપણે Al (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. ટેકનોલોજીનો આવો નવતર પ્રયોગ શિક્ષણ જગતમાં એક નવી દિશા ચીંધે છે.

આ પ્રયોગ દ્વારા લીટલ લોડ઼ર્ડ્સ પ્રી-સ્કૂલે સાબિત કર્યું છે કે તેઓ પરંપરાગત શિક્ષણની સાથે આધુનિક ટેકનોલોજીમાં પણ અગ્રેસર છે.

અહીં નાના ભૂલકાઓએ સતત સ્ટેજ પર પોતાની કલા પીરસી હતી. આ અવિરત પ્રવાહ જેવી રજૂઆત તથા બાળકોની એનર્જી અને કોન્ફિડન્સ જોઈને વાલીઓ અને મહેમાનો મંત્રમુગ્ધ થઈ ગયા હતા.

સંસ્થાના ટ્રસ્ટી ઊર્મિ પટેલ અને કેતન પટેલ ના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ સફળ રહ્યો હતો. મુખ્ય અતિથિ તરીકે સોનલબેન ડાંગરીયા એ કાર્યક્રમમાં હાજરી આપી બાળકોના કૌશલ્યને બિરદાવ્યું હતું. શાળાની ત્રણ શાખાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ એક મહિનાની સખત મહેનત બાદ આ અદ્ભૂત પ્રદર્શન રજૂ કર્યું હતું.