જામનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ દ્વારા બે દિવસીય ‘આયુર સ્વાદોત્સવ’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ આયોજનમાં અંદાજે ૩૨ હજારથી વધુ લોકોએ સહભાગિતા નોંધાવી આયુર્વેદ આધારિત આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થો અને ઉત્પાદનોનો આનંદ માણ્યો હતો.
આ કાર્યક્રમ દરમિયાન ૧૫૨ થી વધુ સ્ટાર્ટઅપ સાથે જાેડાયેલા વિદ્યાર્થીઓ દ્વારા ૫૧૭ થી વધુ ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવ્યું હતું. આયુર્વેદના સિદ્ધાંતો પર આધારિત ૧૫૦ થી વધુ પ્રકારના ખાદ્ય પદાર્થો અને વાનગીઓના પ્રદર્શન અને વેચાણની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં લાઈવ ફૂડ, પેકેજ્ડ ફૂડ તથા અન્ય પેકેજિંગ આઈટમ સામેલ હતી.
આ અવસરે કેક, ઇડલી, ભજીયા, નૂડલ્સ સહિત અનેક પ્રકારની સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ વાનગીઓ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી. મુલાકાતીઓએ આ વાનગીઓનો સ્વાદ માણી સ્વાસ્થ્ય અને સ્વાદના અદભૂત સંગમનો અનુભવ કર્યો હતો.
તેની સાથે જ આયુર્વેદિક કોસ્મેટિક ઉત્પાદનોએ પણ લોકોનું વિશેષ ધ્યાન ખેંચ્યું હતું. જેમાં તુલસી બામ, પેઈન રિલીફ લિક્વિડ બામ, વિવિધ પ્રકારના સાબુ, શેમ્પૂ, શરીર અને માથા પર લગાવવાના ઔષધીય તેલ સહિત અનેક ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવ્યું હતું.
આ આયોજનના માધ્યમથી ભારત સરકારની વિવિધ પહેલ જેવી કે વોકલ ફોર લોકલ, મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, વિકાસ પણ વિરાસત પણ, આર્ત્મનિભર ભારત, હર ઘર સ્વદેશી તથા સ્કિલ ઇન્ડિયાને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા ઉત્પાદનોને મુલાકાતીઓ તરફથી હકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો તથા લોકોએ ઉત્સાહપૂર્વક આ ઉત્પાદનોની ખરીદી કરી હતી.
આ અવસરે ૈં્ઇછ ના નિયામક પ્રોફેસર તનુજા નેસરીએ જણાવ્યું હતું કે “ૈં્ઇછ નો ‘સ્વાદોત્સવ’ અનેક ઉદ્દેશ્યો પૂરા કરનારો એક મહત્વપૂર્ણ અને સફળ પ્રયાસ સાબિત થયો છે. આ કાર્યક્રમ દ્વારા નવી પ્રતિભાઓને પોતાની ક્ષમતા પ્રદર્શિત કરવાનું મંચ મળ્યું છે, સાથે જ અનુભવી નિષ્ણાતોનું માર્ગદર્શન પણ પ્રાપ્ત થયું છે. માત્ર શિક્ષણ પ્રદાન કરવું પૂરતું નથી, પરંતુ તે શિક્ષણનો સમાજ, સેવા અને વ્યવસાયના ક્ષેત્રમાં ઉપયોગ થઈ શકે તેવો સક્ષમ યુવાવર્ગ તૈયાર કરવો એ પણ અમારી જવાબદારી છે. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં બાળકો, યુવાનો અને વરિષ્ઠ નાગરિકોએ ભાગ લઈને આયુર્વેદ આધારિત વાનગીઓનો સ્વાદ માણ્યો અને તેમને પોતાના દૈનિક જીવનમાં અપનાવવાની પ્રેરણા મેળવી.”
ઇવેન્ટ મેનેજમેન્ટ ક્ષેત્ર સાથે જાેડાયેલા મુલાકાતી ભાવેશ મહેતાએ જણાવ્યું હતું કે જામનગરના વિવિધ કેટરિંગ વ્યવસાય સાથે જાેડાયેલા લોકોએ આ કાર્યક્રમની મુલાકાત લીધી અને વિવિધ આયુર્વેદ આધારિત વાનગીઓનો સ્વાદ માણ્યો. તેમણે કહ્યું કે સ્વાસ્થ્ય અને સ્વાદના આ અનોખા સંગમથી પ્રેરાઈને ભવિષ્યમાં વિવિધ સામાજિક અને પારિવારિક પ્રસંગોમાં પણ આયુર્વેદ આધારિત વાનગીઓનો સમાવેશ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
કાર્યક્રમ દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થા (ઉૐર્ં) દ્વારા જામનગરમાં સ્થાપિત ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર (ય્સ્ઝ્ર) સંબંધિત વિવિધ પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મુલાકાતીઓએ વિશ્વના વિવિધ દેશોમાં પ્રચલિત પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ વિશે રસપૂર્વક માહિતી મેળવી હતી.
આ પ્રકારે ૈં્ઇછ દ્વારા આયોજિત ‘આયુર સ્વાદોત્સવ’ એ આયુર્વેદ, સ્વસ્થ જીવનશૈલી અને આર્ત્મનિભરતાના સંદેશને વ્યાપક સ્તરે સમાજ સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

