ભારતીય એરલાઇન્સે ઈન્ટરનેશનલ ભાડામાં ૧૫% વધારો કર્યો, ઇરાન યુદ્ધને કારણે જેટ ઇંધણના ભાવ બમણા થયા
મિડલ ઈસ્ટમાં વધતા તણાવની અસર હવે સામાન્ય લોકોના ખિસ્સા પર પડી રહી છે. એર ઇન્ડિયા ૧૨ માર્ચથી ડોમેસ્ટિક ફ્લાઇટ ટિકિટ પર ?૩૯૯નો ફ્યુઅલ સરચાર્જ લાદશે. આનો અર્થ એ કે તમારે હવે ટિકિટ ખરીદતી વખતે વધારાના ?૩૯૯ ચૂકવવા પડશે. એર ઇન્ડિયા આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પણ સરચાર્જ વસૂલશે. બ્લૂમબર્ગે એ પણ અહેવાલ આપ્યો છે કે ભારતીય એરલાઇન્સે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ભાડામાં આશરે ૧૫% વધારો કર્યો છે. અહેવાલ મુજબ, યુએસ, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા સંઘર્ષ અને હોર્મુઝ સ્ટ્રેટના વિક્ષેપને કારણે ક્રૂડ ઓઇલના ભાવ અને જેટ ઇંધણના ભાવમાં સતત વધારો થયો છે, જે ગ્લોબલ એવિએશન ઈન્ડસ્ટ્રીને પણ અસર કરી રહ્યો છે. ભારત, એશિયા અને વિશ્વભરની મોટી એરલાઇન્સે પણ ટિકિટના ભાવમાં વધારો કર્યો છે, અને ઘણી કંપનીઓ તેમના વિમાનોને ગ્રાઉન્ડ કરવાની યોજના બનાવી રહી છે. નિષ્ણાતો કહે છે કે આ ૧૯૭૦ના દાયકા પછીનું સૌથી મોટું ઓઇલ સંકટ હોઈ શકે છે. રિપોર્ટ અનુસાર, જેટ ફ્યુઅલ એટલે કે છ્હ્લની કિંમતોમાં થઈ રહેલા વધારાને જાેતા ભારતની એવિએશન કંપનીઓ આવનારા દિવસોમાં ભાડું વધુ વધારી શકે છે. એરલાઇન્સનું કહેવું છે કે ઓપરેશનલ કોસ્ટ વધવાને કારણે તેમની પાસે ભાડું વધારવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.
૨૮ ફેબ્રુઆરીએ શરૂ થયેલા ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ પછી ઓઇલની સપ્લાય ચેઈન ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. આ કારણે ક્રૂડ ઓઈલના ભાવ સતત વધી રહ્યા છે. બ્રેન્ટ ક્રૂડ ઓઈલનો ભાવ આજે ૯૩ ડોલર પ્રતિ બેરલ પર આવી ગયો છે. જ્યારે એક દિવસ પહેલા બ્રેન્ટ ક્રૂડ ઓઈલનો ભાવ લગભગ ૧૨૦ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયો હતો. વળી, ઘણા બજારોમાં જેટ ફ્યુઅલના ભાવ સંઘર્ષ શરૂ થયા પછી બમણા થઈ ગયા છે. યુદ્ધ પહેલા જેટ ફ્યુઅલના ભાવ લગભગ ૮૫થી ૯૦ ડોલર પ્રતિ બેરલ હતા, જે હવે વધીને ૧૫૦થી ૨૦૦ ડોલર પ્રતિ બેરલની વચ્ચે પહોંચી ગયા છે. વળી, મધ્ય પૂર્વના તણાવને કારણે વિશ્વભરમાં અત્યાર સુધીમાં ૪૦,૦૦૦થી વધુ ફ્લાઇટ્સ રદ પણ થઈ છે. બ્લૂમબર્ગે રિપોર્ટમાં જણાવ્યું કે વિયેતનામના સરકારી મીડિયાએ ચેતવણી આપી છે કે ત્યાં હવાઈ ભાડામાં ૭૦% સુધીનો ઉછાળો આવી શકે છે. તેનું મુખ્ય કારણ વિયેતનામની ઇમ્પોર્ટેડ જેટ ફ્યુઅલ પર ભારે ર્નિભરતા છે. ઇન્ડસ્ટ્રી એનાલિસ્ટ્સ અનુસાર, એશિયન એરલાઇન્સ યુરોપિયન કે અમેરિકન એરલાઇન્સની સરખામણીમાં વધુ જાેખમમાં છે, કારણ કે તેમની પાસે ફ્યુઅલ હેજિંગ (ઇંધણની કિંમતોને લોક કરવાનો પ્રોગ્રામ)ની મજબૂત વ્યવસ્થા નથી. સ્પાર્ટા કોમોડિટીઝના સિનિયર ઓઇલ માર્કેટ એનાલિસ્ટ જૂન ગોહે જણાવ્યું કે, એવિએશન સેક્ટરમાં ચારેય તરફ ગભરાટનો માહોલ છે. જે એશિયન એરલાઇન્સનો હેજિંગ પ્રોગ્રામ નબળો છે, તેઓ સૌથી વધુ મુશ્કેલીમાં છે. તેમણે ઓછી કિંમતે ટિકિટ વેચી દીધી હતી, પરંતુ હવે તેમને ખૂબ મોંઘા ભાવે ફ્યુઅલ ખરીદવું પડી રહ્યું છે. કેટલીક લો-કોસ્ટ એરલાઇન્સ તો હવે વિમાનોને પાર્ક કરવાની તૈયારીમાં છે. કારણ કે વર્તમાન ફ્યુઅલ કિંમતો પર ઉડાન ભરવી નુકસાનકારક સોદો સાબિત થઈ રહ્યો છે. જર્મન બેંક ડોયચે બેંકના એનાલિસ્ટ્સનું કહેવું છે કે જાે પરિસ્થિતિ જલ્દી નહીં સુધરે, તો દુનિયાભરમાં હજારો વિમાનો પાર્ક થઈ શકે છે અને કેટલીક નાની એરલાઇન્સ બંધ પણ થઈ શકે છે.

