અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે ૧૧મો દિવસ છે. સતત થઈ રહેલા હુમલાઓ વચ્ચે સામાન્ય લોકોના જીવનને સૌથી વધુ અસર થઈ રહી છે. ક્યાંક લોકો પોતાના ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ શરણ લેવા મજબૂર છે, તો ક્યાંક ડર અને અનિશ્ચિતતા વચ્ચે પરિવારો વિખેરાઈ રહ્યા છે.
યુદ્ધ વચ્ચે ઘણા દેશોએ પોતાના નાગરિકોને ઇરાનમાંથી બહાર કાઢવાનું શરૂ કર્યું છે. આવા જ એક સ્થળાંતર અભિયાનમાં ઇરાનથી થાઈલેન્ડ પરત ફરેલા એક ૫ વર્ષના બાળકના હાથમાં ખામેનીની તસવીર જાેવા મળી. જ્યારે લેબનાનમાં ઇઝરાયેલી હુમલાઓને કારણે મોટી સંખ્યામાં પરિવારો સ્કૂલોમાં બનાવેલા આશ્રયસ્થાનોમાં રહેવા મજબૂર છે.

