Gujarat

બાંધકામમાં ફેરફાર કરાતા 4 વર્ષથી ચાલતુ નવી હોસ્પિટલનું કામ ત્રીજી વખત 6 માસ માટે ઠેલાયું

પોરબંદરની જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજની હોસ્પિટલમાં તૈયાર થવાના કેશમાં તારીખ પે તારીખ પડી રહી છે.મેડિકલ કોલેજના બિલ્ડીંગમાં ફરી ફેરફરનો નિર્ણય કરાતા 4 વર્ષથી હોસ્પિટલની રાહ જોઇ રહેલ પોરબંદરવાસીઓને વધુ 6 માસ રાહ જોવી પડશે.

સૌપ્રથમ નવી મેડિકલ સાથેનું બિલ્ડીંગ વર્ષ 2024 તૈયાર થવાની હતું તે પછી 6 માસ વધારો કરતા 2025માં તૈયાર થવાનું હતું તેમાં પણ 6 માસની મુદત અપાઈ છે.ત્યારે પોરબંદરવાસીઓ નવી મેડિકલ કોલેજના હોસ્પિટલનું બિલ્ડીંગ શિફ્ટ થવામાં રાહ જોવી પડશે.

એનએમસી દ્વારા થોડા વર્ષ પૂર્વે રાજ્યમાં સાત મેડિકલ કોલેજોને મંજૂરી આપી હતી જેમાં પોરબંદર માં પણ મેડિકલ કોલેજની મંજૂરી મળી હતી રાજ્ય સરકાર દ્વારા મેડિકલ કોલેજ નો પ્રારંભ કરવા માટે કાર્યવાહી શરૂ કરી હતી અને આ કોલેજનો પ્રારંભ કરાયો હતો.

પોરબંદરની જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજમાં એમબીબીએસ કોર્ષની 100 સીટોની મંજૂરી મળી હતી હતી.આ મેડિકલ કોલેજ ના ત્રણ વર્ષ પૂર્ણ થતા એમબીબીએસની ત્રીજી બેંચ શરૂ થઈ છે. પોરબંદર મેડિકલ કોલેજના નવા બિલ્ડિંગ માટે ધરમપુર ખાતે જગ્યા મેળવી અને 545 કરોડના ખર્ચે બિલ્ડિંગનું કામ શરૂ કરવામાં આવ્યો છે.

જેમાં મેડિકલ કોલેજ નું બિલ્ડીંગ હોસ્ટેલનું બિલ્ડીંગ અને હોસ્પિટલના બિલ્ડિંગ નો કામ હાલ પ્રગતિમાં છે.1 વર્ષ પૂર્વે કોલેજ અને ગર્લ્સ હોસ્ટેલના બિલ્ડીંગનું કામ પૂર્ણ થતાં જ કોલેજ અને ગર્લ્સ હોસ્ટેલ શરૂ કરી દેવામાં આવી છે.