ઈરાન અને અમેરિકા-ઈઝરાય વચ્ચે ચાલી રહેલી યુદ્ધના કારણે ક્રુડ સપ્લાયને અસર પડી છે. જેની હવે ગુજરાતના પેટ્રોલ પંપના ડીલરો પર પણ અસર દેખાવા લાગી છે. સુરત અને રાજકોટમાં ડીલરોને કંપની તરફથી પેટ્રોલ-ડીઝલની સપ્લાય મળતી હતી તેમાં 50 ટકાનો કાપ મૂકી દેવામાં આવ્યો છે.
કંપની તરફથી ડીલરોને મળતા પેટ્રોલ-ડીઝલની સપ્લાય ખોરવાતા સુરત, રાજકોટ સહિતના શહેરોમાં કેટલાક પંપ બંધ જોવા મળી રહ્યા છે. જો કે, પેટ્રોલ અને ડીઝલની અછત હોવાનો ડીલર દ્વારા ઈન્કાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાતના અલગ અલગ શહેરોમાં પેટ્રોલ પંપ પર શું સ્થિતિ છે અને ડીલરો શું કહી રહ્યા છે તે જાણવાનો ભાસ્કરે પ્રયાસ કર્યો હતો.

