Gujarat

એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે ગાંજાનું નેટવર્ક ઝડપ્યું

બગીચામાં ઇલેક્ટ્રિક ઓફિસની પાછળ બેસીને નશાનો કારોબાર કરતા હતા; છ પૈકી ત્રણની ધરપકડ

પાટનગરના સેક્ટર-૨૪ વિસ્તારમાં આવેલા નગરપાલિકાના બગીચામાં ઇલેક્ટ્રિક ઓફિસની પાછળ બેસીને નશાનો કારોબાર કરતા શખ્સો પર એન્ટી નાર્કોટીક્સ ટાસ્ક ફોર્સ ત્રાટકી હતી. ૧૩૩ ગ્રામ ગાંજા, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ ૨૨,૮૮૦ના મુદ્દામાલ સાથે છ પૈકી ત્રણ ઇસમોને ઝડપી લઇ નશાના કારોબારનો પર્દાફાશ કર્યો હતો.

બાતમી આધારે છદ્ગ્હ્લ ટીમે રાત્રે ઓપરેશન હાથ ધર્યું

સમગ્ર ઘટનાની વિગત મુજબ, છદ્ગ્હ્લને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, સ્થાનિક પોલીસની ગાઢ નિંદ્રામાં સેક્ટર-૨૪માં બાપા સીતારામ આશ્રમની મઢુલી સામેના બગીચામાં કેટલાક ઈસમો ગાંજાની પડીકીઓનું વેચાણ અને સેવન કરી રહ્યા છે. બાતમીના આધારે છદ્ગ્હ્લ ની ટીમ દ્વારા રાત્રિના સમયે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ કાફલાએ બગીચામાં ઇલેક્ટ્રિક રૂમની પાછળના ભાગને કોર્ડન કરી તપાસ કરતા ત્યાં ચાર ઈસમો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા.

વનસ્પતિજન્ય પદાર્થનું પુથ્થકરણ કરાવતા ગાંજાે હોવાનું સામે આવ્યું

પોલીસને જાેતા જ આરોપીઓ પૈકી પ્રકાશ ઉર્ફે પકો બાબુજી રાણા અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યો હતો. જ્યારે મનીષ નરશીભાઇ વાઘેલા, રોનક ઉર્ફે અઠ્ઠો શંકરભાઇ રાવળ અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર હાથમાં આવી ગયા હતા. બાદમાં હ્લજીન્ અધિકારીને સ્થળ પર બોલાવી પકડાયેલા વનસ્પતિજન્ય પદાર્થનું પુથ્થકરણ કરાવતા ગાંજાે હોવાનું સામે આવ્યું હતું.

સંડોવાયેલા અન્ય ત્રણ વોન્ટેડ આરોપીઓની શોધખોળ ચાલુ

આ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું કે,આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, તેઓ વડનગરના પ્રકાશ સુરેશભાઇ ઠાકોર અને ભાવેશ રમેશભાઇ સોલંકી પાસેથી આ જથ્થો લાવીને છૂટક વેચાણ કરતા હતા. આ ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ વોન્ટેડ આરોપીઓની શોધખોળ ચાલુ છે. આરોપીઓ પાસેથી ૧૩૩ ગ્રામ ગાંજાે, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ ૨૨,૮૮૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ ગિફ્ટ સિટીના વૈભવી ફ્લેટમાંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે લાખો રૂપિયાના ગાંજાના જથ્થા સાથે એક યુવકની ધરપકડ કરતા ચકચાર મચી ગઇ હતી. એવામાં ન્ઝ્રમ્એ પણ સેકટર ૪માંથી થરાદના યુવકને ચરસના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો.

ત્યારે હવે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે પણ સેકટર ૨૪માં ધમધમતા ગાંજાના કારોબારનો પર્દાફાશ કરી ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા છે. ટુંકા ગાળામાં ર્જીંય્, ન્ઝ્રમ્ અને છદ્ગ્હ્લ દ્વારા ટૂંકા ગાળામાં જ શહેરમાંથી ગાંજાે અને ચરસનો જથ્થો ઝડપી પાડવામાં આવતા પાટનગરમાં ઊંડતા પંજાબની માફક માદક પદાર્થો છૂટથી વેચાતા હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે.