Gujarat

મહેસાણામાં અજાણ્યો યુવક વીજ ટ્રાન્સફોર્મર પર ચડી ગયો

મહેસાણા શહેરમાં મોઢેરા રોડ પર આવેલી ટહુકો પાર્ટી પ્લોટની બાજુમાં ગત મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટના બની હતી. એક અજાણ્યા યુવકે વીજ ટ્રાન્સફોર્મર પર ચડી જઈ જીવંત વીજ વાયરો પકડી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. જાેકે આસપાસના રહીશોએ સમયસૂચકતા વાપરી યુવકને મોતના મુખમાંથી ઉગારી લીધો હતો.

યુવક વીજ લાઈનના વાયરો પકડી લેતા જાેરદાર કરંટ લાગ્યો

ગત મોડી રાત્રિના સમયે એક અજાણ્યો શખ્સ અચાનક ટહુકો પાર્ટી પ્લોટ પાસે આવેલા વીજ ટ્રાન્સફોર્મર પર ચડી ગયો હતો. કોઈ કંઈ સમજે તે પહેલાં જ તેણે વીજ લાઈનના વાયરો પકડી લેતા જાેરદાર વીજ કરંટ લાગવાની શક્યતા ઊભી થઈ હતી. આ દ્રશ્ય જાેઈ આસપાસના લોકો દોડી આવ્યા હતા.

આપઘાતના પગલે વીજ ટ્રાન્સફોર્મર પર ચડ્યો હોવાનું પ્રાથમિક અનુમાન

સ્થાનિક રહીશોએ અત્યંત સાવધાની અને સમયસૂચકતા દાખવી જાેખમ ખેડીને યુવકને ટ્રાન્સફોર્મર પરથી સુરક્ષિત નીચે ઉતાર્યો હતો. પ્રાથમિક તપાસમાં યુવકે આપઘાતના ઈરાદે આ પગલું ભર્યું હોવાનું જણાયું છે. ઘટના બાદ તુરંત જ ઇજાગ્રસ્ત હાલતમાં અજાણ્યા શખ્સને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવને પગલે વિસ્તારમાં મોડી રાત્રે ભારે કુતૂહલ અને ચિંતાનો માહોલ જાેવા મળ્યો હતો. જાેકે યુવક કોણ હતો અને ક્યાંનો હતો એ જાણી શકાયું નથી.