Gujarat

અમદાવાદના SGVP ગુરૂકુળ ખાતે ‘ગુજરાત – ઓસ્ટ્રેલિયા ફ્રેન્ડલી ક્રિકેટ મેચ‘ યોજાઈ

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને ઓસ્ટ્રેલિયા ટુ ઇન્ડિયાના હાઈ કમિશનર શ્રી ફિલિપ ગ્રીન ઓમ રહ્યા ઉપસ્થિત

ટીમ ગુજરાત તરફી રાજ્ય મંત્રીશ્રીઓ સર્વે શ્રી જયરામ ગામીત, શ્રી કૌશિક વેકરિયા, શ્રી પ્રવીણ માળી, રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા શ્રી ડૉ.કે.એલ.એન.રાવ તથા વરિષ્ઠ અધિકારીશ્રીઓ મેચની બાજી સંભાળી

અમદાવાદ સ્થિત SGVP ગુરૂકુળ ખાતે ‘ગુજરાત – ઓસ્ટ્રેલિયા ફ્રેન્ડલી ક્રિકેટ મેચ‘ યોજાઈ હતી જેમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને ઓસ્ટ્રેલિયા ટુ ઇન્ડિયાના હાઈ કમિશનર શ્રી ફિલિપ ગ્રીન ઓમ ઉપસ્થિત રહ્યા હતા.

‘ગુજરાત – ઓસ્ટ્રેલિયા ફ્રેન્ડલી ક્રિકેટ મેચ‘માં ટીમ ગુજરાત તરફથી રાજ્યમંત્રીશ્રીઓ સર્વે શ્રી જયરામ ગામીત, શ્રી કૌશિક વેકરિયા, શ્રી પ્રવીણ માળી, રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા શ્રી ડૉ.કે.એલ.એન.રાવ અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીશ્રીઓ, સિનિયર પોલીસ અધિકારીશ્રીઓએ ક્રિકેટ મેચની બાજી સંભાળી હતી.

આ રસપ્રદ મેચના અંતે ટીમ ગુજરાતનો શાનદાર વિજય થયો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત દર્શકોએ આજની રોમાંચક બનેલી મેચની ખૂબ મજા માણી હતી.

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે વિજેતા બનેલ ટીમ ગુજરાતને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો અને ખેલાડીઓને અભિનંદન પણ આપ્યા હતા.

આ પ્રસંગે અગ્ર સચિવ શ્રી હારિત શુક્લ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સચિવ શ્રી વિક્રાંત પાંડે, અમદાવાદના મ્યુનિ.કમિશનર શ્રી બંછાનિધી પાની, સાંસ્કૃતિક વિભાગના કમિશનર શ્રી આલોકકુમાર પાંડે સહિતના વરિષ્ઠ અધિકારીશ્રીઓ, સિનિયર પોલીસ અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.