વીરમગામ ના વસવેલીયા ગામે પ. પુ. નિંરાત સંપ્રદાય નાપ. પુ. આચાર્ય અજુરામ મહારાજની આઠમી નિર્વાણ તીથી ઉજવાઈ..
ગુજરાત ની તપોભુમી જ્યાં સંતો મહંતો બીરાજમાન હોયછે અને માનવસેવા ના અવિરત કાર્યો કરતા હોય છે.તેથી ગુજરાત ભરમાં સનાતન ધર્મનો અનેરો મહીમા જોવા મળેછે.આદી અનાદી કાળ થી સાધુ સંતો માનવસેવા સાથે સમાજ સુધારક સેવાના કાર્યો કરતા જોવા મળતા હોયછે.તે પછી કોઈપણ સંપ્રદાયના હોય નાત જાતના ભેદભાવ વગર પ્રભુ ભજન કરતા હોય છે.
આવુંજ કંઈક વીરમગામ તાલુકાના વસવેલીયા ગામે જોવા મળ્યું હતું.પ્રાપ્ત માહીતી અનુસાર નિરાંત સંપ્રદાય ના આચાર્ય પરમ પુજ્ય અજુરામ મહારાજની આઠ મી પુણ્યતિથિ તિથી નિમીતે નિરાંત દિવ્ય સત્સંગ સમારોહ કાર્યક્રમમ તેમના સેવક ગણ દ્વારા વસવેલીયા ગામે ભજન સત્તસંગ નો ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સૌરાષ્ટ્ર મહારાષ્ટ્ર રાજસ્થાન તેમજ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત ના અનેક શહેરોમાં થી સંતો અને હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં ભાણસાહેબ સમાધિસ્થાને થી મહંત પ.પૂ. જાનકીદાસ બાપુ સત્ય સનાતન આશ્રમ પીલોદરાથી ગોપાલદાસ બાપુ નિરાંત ધામ મહેસાણાથી મહેન્દ્ર રામ મહારાજ પુરષોત્તમ લાલજી મહારાજ વંથલના ગાદી પતિ મહંત ભાર્ગવદાસ બાપુ ઘોડાસરથી કાલિદાસ મહારાજ કીર્તનરામ મહારાજ ભીખુરામ મહારાજ ધીરૂરામ મહારાજ રાઘવરામ મહારાજ જેવા અનેક નામી અનામી સંતો અને હરિભક્તો વિશાળ સંખ્યામાં તિથી નિમીતે ઉપસ્થિત રહી ભજન સત્સંગનો નો લાભ આપ્યો હતો.
કાર્યક્રમના મુખ્ય યજમાન રણજીતભાઈ કુમાદરાના સહયોગથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશેષ સેવા નો લાભ સંત ભક્તિ રામ મહારાજ કેતનરામ મહારાજ તેમજ સદૃગુરૂ અજૂરામ બાપુના સેવક ગણ જય મત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ



