Gujarat

આર.બી. સ્કૂલમાં ‘પરિવારોત્સવ’ – 2026 કાર્યક્રમ સંપન્ન થયો.

 

.

આર.બી. સ્કૂલમાં ‘પરિવારોત્સવ’ – 2026 કાર્યક્રમ સંપન્ન થયો.

આર.બી. સ્કૂલમાં બાળકો ,વાલીગણ
તેમજ શિક્ષકગણની સંવેદનાની અનુભૂતિ માટે ‘પરિવારોત્સવ’ – 2026 નુ આયોજન તારીખ 29/3/ 2026 ને રવિવારના રોજ આર.બી. સ્કૂલ, રિંગ રોડ – 2, એસ.આર.પી. કેમ્પ સામે ,વર્ધમાન નગર, ઘંટેશ્વર મુકામે સવારના 8:30 થી 11: 00 સમય દરમિયાન કરવામાં આવેલ. તેમજ આર.બી. સ્કૂલના બાળકોએ વર્ષ દરમિયાન મેળવેલ સિદ્ધિઓ બદલ સર્ટિફિકેટ નું વિતરણ કરેલ.

કાર્યક્રમની શરૂઆત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવેલ.
ત્યારબાદ ધોરણ આઠ – નવ ના બહેનો દ્વારા ગણેશ સ્તુતિ કરવામાં આવેલ.
નર્સરી, એલ.કે.જી., એચ.કે.જી. (બાલવાટિકા) તેમજ ધોરણ 1 થી 10 ના બાળકોએ વર્ષ દરમિયાન 40 જેટલી પ્રવૃત્તિઓ જેવી કે પ્રોજેક્ટ વર્ક, સાંસ્કૃતિક કાર્યક્રમ, રમત-ગમત, વકતૃત્વ સ્પર્ધા વગેરેમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરેલ તે બદલ 500 થી પણ વધારે સર્ટિફિકેટ આપીને બાળકોને પ્રોત્સાહિત કરેલ.
ઉપરોક્ત કાર્યક્રમમાં શ્રી વિપુલભાઈ પાનેલીયા સાહેબ (સ્વ નિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાત – ખજાનચી ), કુવાડીયા સાહેબ(પી.આઇ.એસ.આર.પી. ) ,ઉર્વેશભાઈ પટેલ (સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ – મહામંત્રી ), ભરતભાઈ ગરાળા ,અજયભાઈ લોખિલ (ઉપપ્રમુખ બક્ષીપંચ મોરચો – રાજકોટ શહેર), એચ.એ.નકાણી સાહેબ (પૂર્વ પ્રમુખ સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળ, રાજકોટ -જામનગર રોડ ઝોન), રમેશભાઈ લોખિલ (નિવૃત ફોજી), એન.એસ. સોરઠીયા સાહેબ, વિજયભાઈ ડાંગર, વડાલીયા સાહેબ,અરજણભાઈ રામાણી સાહેબ તેમજ મુકેશભાઇ લોખિલ વગેરે સમાજ શ્રેષ્ઠીઓએ હાજરી આપેલ.
‘પરિવારોત્સવ ‘કાર્યક્રમ યોજવાનું મુખ્ય કારણ બાળકો, વાલીગણ તેમજ શિક્ષણ ગણની સંવેદના સમજવાની અને દરેકને પોતાની ફરજો સમજાવવાનો હેતુ હતો.
‘ પરિવારોત્સવ ‘2026 કાર્યક્રમ માં મોટીવેશનલ સ્પીકર તરીકે ડો.અતુલ બલદેવ સાહેબ આવેલ જેવો એ બાળકો, વાલીગણ તેમજ શિક્ષક ગણને પરિવાર એટલે શું ?
પરિવારને મજબૂત કરવા માટે, પરિવારના દરેક સભ્યો આનંદથી કેમ રહી શકે તેના માટે દરેકે જતું કરવાની ભાવના રાખવી જોઈએ ઈગો ન રાખવો જોઈએ તેમજ દરેકને માન આપવું જોઈએ તેમજ જીવન જીવવાની કળા વિશે વિસ્તૃત સમજ આપેલ .
ડો. અતુલ બલદેવ સાહેબે સર્વેને પોતાની આવડત થી, પારિવારિક ભાવનાઓથી મંત્ર મુગ્ધ કરેલ.
કાર્યક્રમને સફળ બનાવવા માટે દરેક સ્ટાફ ગણે જહેમત ઉઠાવેલ.
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ એક પરિવારની ભાવના સાથે સૌએ સાથે સ્વરૂચી નાસ્તો કરેલ.
કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વાલીગણ તેમજ સમાજ શ્રેષ્ઠિઓએ હાજરી આપેલ અને બાળકોને પ્રોત્સાહિત કરીને બાળકોનો ઉત્સાહ વધારેલ.
આર. બી. સ્કૂલના સ્થાપક શ્રી વિનયભાઈ લોખીલે ( Mo. 9824248369) સૌનો આભાર વ્યક્ત કરેલ.

IMG-20260403-WA0006.jpg