ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી, ગાંધીનગર દ્વારા ગેરકાયદેસર નાણાં ધીરધાર (વ્યાજખોરી)ની પ્રવૃત્તિઓ ડામવા માટે 15 માર્ચથી 14 એપ્રિલ સુધી ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડ્રાઇવ હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ દ્વારા વિભાગીય સ્તરે જનસંપર્ક સભાઓ યોજી વ્યાજખોરોના ત્રાસ સામે જનજાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
જનસંપર્ક સભાઓ અને પોલીસ કાર્યવાહી જિલ્લામાં કુલ 4 જનસંપર્ક સભાઓ યોજવામાં આવી હતી. આ સભાઓમાં મળેલી રજૂઆતો અને જાગૃતિના પગલે પોલીસમાં કુલ 7 ગુનાઓ રજીસ્ટર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 2 અરજદારો દ્વારા મળેલી અરજીઓમાં અરજદાર અને સામાવાળા પક્ષ વચ્ચે સમાધાન થતાં તેનો નિકાલ કરવામાં આવ્યો હતો.

