National

કર્ણાટક કોર્ટે ભાજપ નેતા યોગેશ ગૌડા હત્યા કેસમાં કોંગ્રેસના ધારાસભ્ય વિનય કુલકર્ણીને દોષિત ઠેરવ્યા

કર્ણાટકની એક કોર્ટે બુધવારે કોંગ્રેસના ધારાસભ્ય વિનય કુલકર્ણીને ભાજપ નેતા યોગેશ ગૌડાની હત્યા કેસમાં દોષિત ઠેરવ્યા છે.

સાંસદો અને ધારાસભ્યો માટેની એક ખાસ અદાલતે કોંગ્રેસના ધારાસભ્યને ૨૦૧૬માં ભાજપ નેતા યોગેશ ગૌડાની હત્યામાં દોષિત ઠેરવ્યા હતા, જેમાં ૧૮ અન્ય લોકો પણ સામેલ હતા. ન્યાયાધીશ સંતોષ ગજાનન ભટ્ટ દ્વારા અન્ય બે આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.

કોર્ટ આજે (ગુરુવારે) સજાની જાહેરાત કરશે.

કુલકર્ણી યોગેશ ગૌડાની હત્યામાં મુખ્ય આરોપી હતા, જેની ૧૫ જૂન, ૨૦૧૬ ના રોજ ધારવાડના એક જીમમાં હત્યા કરવામાં આવી હતી. હત્યાના કાવતરાના આરોપી કુલકર્ણી ઘટના સમયે મંત્રી હતા.

આ હત્યાએ રાજકીય રંગ લીધો હતો કારણ કે ભાજપે સત્તામાં આવ્યા પછી કેસ ઝ્રમ્ૈંને સોંપવાનું વચન આપ્યું હતું, જે તેણે સપ્ટેમ્બર ૨૦૧૯ માં કર્યું હતું.