ભાણવડ શહેરના મધ્યમાં આવેલી નકટી નદીમાં એક રિક્ષા ખાબકવાની ઘટના સામે આવી છે. રિક્ષા ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી અને રિક્ષા ચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્ર થયા હતા. નદીમાં ખાબકેલી રિક્ષાને બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવામાં આવી હતી.

આ ઘટનાને પગલે સ્થાનિકોમાં વહીવટી તંત્ર પ્રત્યે રોષ જોવા મળ્યો છે. નદી કિનારે રેલિંગના અભાવે વારંવાર અકસ્માતો સર્જાય છે. વર્ષોથી નદીના બંને કિનારે રેલિંગ લગાવવાની માંગણી કરવામાં આવી રહી છે.

