પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬ એપ્રિલે યોજાશે. આ ચૂંટણીઓને અનુલક્ષીને, ડિસ્પેચિંગ સેન્ટરો પરથી ઈવીએમ (EVM) અને પોલિંગ સ્ટાફને નિયુક્ત મતદાન મથકો તરફ રવાના કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા ખાતેના ડિસ્પેચિંગ સેન્ટરો પરથી ઈવીએમ (બેલટ યુનિટ અને કંટ્રોલ યુનિટ, રીઝર્વ સહિત) તથા જરૂરી ચૂંટણી સામગ્રી સાથે પોલિંગ સ્ટાફને સંબંધિત મતદાન મથકોએ મોકલવામાં આવ્યો છે.
જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર પ્રક્રિયા સુવ્યવસ્થિત અને પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવી હતી. પોલિંગ સ્ટાફને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી અને સુરક્ષા માટે કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

જિલ્લામાં પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં સૌથી વધુ ૧૬૫ મતદાન મથકો આવેલા છે, જેના માટે ૯૦૮ પોલિંગ સ્ટાફ અને ૨૬૧ પોલીસ સ્ટાફ તૈનાત કરાયો છે. અહીં ૧૯૮ બીયુ અને ૧૯૮ સીયુ ફાળવવામાં આવ્યા છે. પોરબંદર તાલુકાની જિલ્લા અને તાલુકા પંચાયત ચૂંટણી હેઠળ ૧૫૫ મથકો માટે ૯૫૮ પોલિંગ સ્ટાફ અને ૩૦૪ પોલીસ કર્મીઓ કાર્યરત રહેશે, જ્યારે ઈવીએમમાં ૩૧૦ બીયુ અને ૩૧૦ સીયુની ફાળવણી કરાઈ છે.

