અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ (SVPI) એરપોર્ટ પર કસ્ટમ વિભાગે જાપાનથી વાયા વિયેતનામ થઈને આવેલા એક મુસાફર પાસેથી ₹25 થી 30 લાખની અંદાજિત કિંમતની 61 નંગ કિંમતી પેન જપ્ત કરી છે. ડ્યુટી ચોરીના ઈરાદાથી લાવવામાં આવેલી આ હાઈ-વેલ્યુ ડિઝાઇનર પેન અંગે મુસાફરે કોઈ સત્તાવાર જાહેરાત કરી નહોતી, જેના પગલે કસ્ટમ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સ્કેનિંગમાં શંકાસ્પદ વસ્તુ મળતા મુસાફરને અટકાવ્યો 26 એપ્રિલ 2026ના રોજ, વિયેટજેટ ફ્લાઇટ નંબર VJ 1805 દ્વારા જાપાનથી હો ચી મિન્હ સિટી થઈને અમદાવાદ ઉતરેલા એક પુરુષ મુસાફરની હિલચાલ શંકાસ્પદ જણાઈ હતી. કસ્ટમ વિભાગને સ્કેનિંગ દરમિયાન સામાનમાં કેટલીક શંકાસ્પદ છબીઓ જોવા મળી હતી, જેના આધારે મુસાફરને અટકાવી તેના સામાનની સઘન તપાસ કરવામાં આવી હતી.

