Gujarat

હિન્દુ પતિની પત્ની અને બાળકને રજૂ કરવા હોઇકોર્ટમાં હેબિયસ કોર્પસ

અમદાવાદમાં રહેતા એક ભારતીય હિન્દુ પતિ દ્વારા પત્ની અને તેના 7 મહિનાના બાળકને રજૂ કરવા ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી દાખલ કરવામાં આવી છે. સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે વરિષ્ઠ પોલીસ અધિકારી મારફતે જવાબ દાખલ કરી જણાવ્યું હતું કે અરજદારની પત્ની બાંગ્લાદેશની નાગરિક છે અને ભરુચમાં નોંધાયેલા FIR મુજબ એક આરોપી દ્વારા અન્ય મહિલાઓ સાથે ગેરકાયદેસર રીતે ભારતમાં લાવવામાં આવી હોવાનો તપાસમાં ખુલાસો થયો છે.

સરકારી વકીલે રજૂઆત કરી હતી કે મહિલાની હિલચાલ ઉપર ફોરેનર્સ અને ઈમીગ્રન્ટસ સંબંધિત કાયદાઓ હેઠળ કાયદેસર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાથી બંધારણના આર્ટિકલ 21ના ભંગનો પ્રશ્ન ઊભો થતો નથી. અરજદાર પક્ષે હાજર રહેલા એડવોકેટે રાજ્યના જવાબ સામે રિજોઇન્ડર દાખલ કરવા સમય માગ્યો હતો અને 7 મહિનાના બાળકના માનવતાવાદી પાસા તરફ કોર્ટનું ધ્યાન દોર્યું હતું.