કચ્છના દરિયાકાંઠેથી ફરી એકવાર ચરસના બિનવારસી પેકેટ મળી આવ્યા છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) દ્વારા ક્રિક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ગુપ્ત માહિતીના આધારે 10 ચરસના પેકેટ જપ્ત કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, BSFની 176 બટાલિયન કચ્છના દરિયાકાંઠે નિયમિત પેટ્રોલિંગ કરી રહી હતી. તે સમયે ગુપ્તચર એજન્સીઓ તરફથી મળેલી ચોક્કસ બાતમીના આધારે ક્રિક વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં આ ચરસના પેકેટ મળી આવ્યા હતા.

આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો જિલ્લો હોવાથી કચ્છમાં દેશવિરોધી ગતિવિધિઓનો ખતરો હંમેશા રહે છે. ચરસના પેકેટ મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓએ સમગ્ર દરિયાઈ વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે અને પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે.

