શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના પ્લોટ આવેલા છે જે પ્લોટનું વેચાણ કરી કોર્પોરેશન કરોડો રૂપિયાની આવક ઊભી કરી રહી છે. શહેરના પ્રીમિયમ બોડકદેવ વિસ્તારમાં આવેલા બે કોમર્શિયલ પ્લોટના વેચાણથી મ્યુનિ.ને કુલ રૂ. 365.77 કરોડની આવક થઇ છે. 2.52 લાખ પ્રતિ ચો.મી.ના બેઝિક ભાવે મુકાયેલા આ પ્લોટ પૈકી એક પ્લોટ 3.16 લાખ પ્રતિ ચો.મી.ના ઊંચા દરે વેચાયો છે.
સિંધુભવન અને બોડકદેવના પ્લોટ વેચાણ માટે મૂક્યા હતા મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય આવક ટેક્સની છે, પરંતુ કોર્પોરેશન દ્વારા પોતાની આવકમાં વધારો કરવા માટે રિઝર્વેશન પ્લોટ મળતા હોય છે જે પ્લોટ કોમર્શિયલ અથવા રહેણાંક હેતુના હોવાથી આ પ્લોટને જાહેર હરાજીથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેચાણ કરવામાં આવે છે. કોર્પોરેશન દ્વારા શહેરના સિંધુભવન – બોડકદેવ ખાતેના પ્લોટ વેચાણ માટે મૂકવામાં આવ્યા હતા.
રૂ. 2.52 લાખ પ્રતિ ચો.મી. ભાવે જાહેર હરાજી એક પ્લોટનો ભાવ રૂ. 2.52 લાખ પ્રતિ ચો.મી. ભાવમાં વેચાણ માટે જાહેર હરાજીમાં મુકવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરાયેલા પ્રયાસોને કારણે આ બંને પ્લોટમાં ઉંચી કિંમત આવી શકી છે. જોકે એક પ્લોટ તો તેના બેઝિક ભાવે જ વેચાયો છે, જ્યારે બીજો પ્લોટ તેની કિંમત કરતાં રૂ. 64,111 હજાર વધુ ભાવે વેચાઇ છે. બંને કોમર્શિયલ બાંધકામ માટેના પ્લોટ છે જ્યારે આ બંને સ્થળે કોમર્શિયલ પ્રકારના બાંધકામ થઇ શકશે.

