Gujarat

પાલિતાણામાં સમસ્ત ભરવાડ સમાજ દ્વારા ગોપાલધામ ઠાકર મંદિરની વર્ષગાંઠની ઉજવણી તેમજ શ્રી રાધા કૃષ્ણ મંદિર ની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા ની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

ઠાકર દુવારા ના સંતોના સામૈયા બાદ શોભાયાત્રા યોજાઈ,

પાલિતાણા સમસ્ત ભરવાડ સમાજ બીજ યુવક મંડળ દ્વારા ભરવાડ સમાજ ગોપાલ ધામના ઠાકર મંદિર ની વર્ષગાંઠ ની ઉજવણી તા. ૧૩.૫.૨૦૨૬ ના બુધવાર ના કરવામાં આવી તેમજ નિજ મંદિર ની શ્રી રાધા કૃષ્ણ ભગવાન ની મૂર્તિ ની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનું ત્રીદિવસ નું આયોજન કરવામાં આવેલ હતું, ગોપાલ ધામ મંદિર ની વર્ષગાંઠ નિમિતે દર વર્ષ ની જેમ સવારે મંદિર ની મૂર્તિ ની પ્રતિષ્ઠા બાદ પૂજા અર્ચના તેમજ ધજા ચડાવવામાં આવી હતી તેમજ બપોર બાદ સંતોના સામૈયા સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જે નિજ માર્ગો પર ફરી નિજ મંદિરે સાંજે પહોંચી હતી. જયાં મંદિરના પ્રાગણમાં પવિત્ર ઠાકર બાપાની જ્યોત સાથે ધાર્મિક સભા તેમજ મહા પ્રસાદ યોજવામાં આવેલ

આ કાર્યક્રમ દરમિયાન બાવળીયારી ઠાકર દુવારા ના પૂ શ્રી શ્રી ૧૦૦૮ શ્રી રામબાપુ તેમજ બોરુ ઠાકર દુવારા ના પૂ શ્રી નામદેવ બાપુ, રોહિશાળા ઠાકર દુવારા ના પૂ. કાનજીભગત બાપુ,પૂ.દેહુરભગત બાપુ,પૂ ટપુભગતબાપુ,પૂ.રાજુભગત, પૂ. લક્ષમણ ભગત બાપુ, પૂ.લઘરાભગત બાપુ, ગોરસ ઢાકર દુવારા ના સંતો, પૂ.વિષ્ણુબાપુ, પૂ.હિંમતબાપુ આદિ સંતો પધાર્યા હતા. આ પ્રંસગે સંતો ના આશીર્વાદ મેળવી મહેમાનો અને દાતા પરિવારનું ભરવાડ સમાજના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવેલ હતું.

ભરવાડ સમાજ ના આગેવાનો અને બીજ યુવક મંડળના તમામ સભ્યો એ સારી એવી જહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમ નું સંચાલન ભરતભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવેલ હતું.