યુદ્ધની અસરથી પેટ્રોલ, ડીઝલ અને ગેસની અછત ઉભી થઇ છે અને ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.જેથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેમાં પણ ડીઝલ ન મળતા ખેડૂતોના ખેતીકામ અટકી ગયાં છે. ત્યારે જ માણાવદરમાં ડીઝલ મેળવવા લોકોનો વહેલી સવારેથી લાઈનો જોવા મળી હતી.અને એક – એક લિટર ડીઝલ મેળવવા લોકોએ કેરબાની લાઇન પણ કરી હતી
પેટ્રોલ પંપો પર વહેલી સવારથી જ લોકોની ભારે ભીડ એકત્રિત થઈ જાય છે. ખેડૂતો અને વાહનચાલકો કાળઝાળ ગરમી વચ્ચે જમીન પર બેસીને કલાકો સુધી પોતાનો વારો આવવાની રાહ જોતા નજરે પડી રહ્યા છે. લોકો પોતાના રોજિંદા કામધંધા છોડીને માત્ર ટ્રેક્ટર અને ટ્રકો માટે ડીઝલ મેળવવા રઝળપાટ કરી રહ્યા છે. કોડીનાર માર્કેટીંગ યાર્ડને ડીઝલ ની અછત નડી છે.અને બુધવારથી તમામ જણસી ની હરાજી બંધ અને ખેડૂતો ને અને વેપારીઓને સૂચના અપાઈ છે.
યાર્ડ ના સેક્રેટરી પિયુષ ભાઈ બારડ દ્વારા ખેડૂતો અને વેપારીઓને જાહેર સુચના જાહેર કરવામાં આવી છે કે ડીઝલ ની અછત ના કારણે ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ધીમી હોય માટે કોઈ એ આજથી નવી સૂચના જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી નવી જણસ લાવવી નહીં. પ્રશ્નાવડા ગામમાં ટેન્કર આવતા ખેડૂતો દોડ્યા પ્રશ્નાવડામાં હાલ સિઝન દરમિયાન ડીઝલની અછત સર્જાતા ખેડૂતો, વાહનચાલકો તેમજ લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. એક ડીઝલ ટેન્કર આવતા પેટ્રોલ પંપ ઉપર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને લોકોને કલાકો સુધી રાહ જોવી પડી હતી.

