Gujarat

જુનાગઢ મેડિકલ સ્ટોર્સની હડતાલ

​આજે દેશભરના મેડિકલ સ્ટોર્સ બંધ રાખવામાં આવ્યા છે ત્યારે જૂનાગઢમાં પણ દવાબજાર સંપૂર્ણપણે બંધ રહી છે. કેમિસ્ટ એસોસિએશન દ્વારા કાયદા વિરુદ્ધ જઈને ઓનલાઈન દવાઓનું જે બેફામ વેચાણ થઈ રહ્યું છે તેની સામે ભારે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે.

ઈન્ટરનેટના માધ્યમથી પ્રિસ્ક્રિપ્શન વગર અથવા તો ખોટા પ્રિસ્ક્રિપ્શન બનાવીને ગેરકાયદેસર રીતે દવાઓ સપ્લાય કરવામાં આવી રહી છે. આ ઓનલાઈન વેચાણને કારણે નશીલી દવાઓ, ગર્ભપાતની ગોળીઓ અને નાર્કોટિક્સ પદાર્થો યુવાઓ સુધી ખૂબ જ સરળતાથી પહોંચી રહ્યા છે, જે દેશના યુવાધનને બરબાદી તરફ ધકેલી રહ્યું હોવાથી આ રાષ્ટ્રવ્યાપી આંદોલન છેડવામાં આવ્યું છે.

​મોટા કોર્પોરેટ સેક્ટરો અને ઓનલાઈન પ્લેટફોર્મ્સ દવાઓ પર મસમોટું ડિસ્કાઉન્ટ આપીને બજારને પોતાના કબજામાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ પ્રકારની અયોગ્ય સ્પર્ધાના કારણે બજારમાં નકલી અને ડુપ્લીકેટ દવાઓ ઘૂસી જવાનો મોટો ખતરો ઊભો થયો છે.

આ પરિસ્થિતિ માત્ર ધંધા પૂરતી મર્યાદિત નથી, પરંતુ વર્ષોથી પરંપરાગત રીતે વ્યવસાય કરતા નાના વેપારીઓની આજીવિકા અને તેમના અસ્તિત્વ સામે એક ગંભીર સવાલ ઊભો કરે છે. મોટા કોર્પોરેટ સેક્ટરો નાના દવાવાળા વેપારીઓને સમાપ્ત કરવા માંગે છે અને બધો ધંધો પોતાની પાસે કેપ્ચર કરવા માંગે છે, જે નાના વેપારીઓના પેટ ઉપર પાટુ મારવા સમાન છે.