National

કાપડ મંત્રાલયના સચિવ સુશ્રી નીલમ શમી રાવે ભારત ટેક્સ ૨૦૨૬ મોબાઈલ એપ લોન્ચ કરી

કાપડ મંત્રાલયના સચિવ સુશ્રી નીલમ શમી રાવે આજે ભારત ટેક્સ ૨૦૨૬ ઇવેન્ટ એપ લોન્ચ કરી છે, જે ભારતના સૌથી મોટા વૈશ્વિક ટેક્સટાઇલ કાર્યક્રમમાં ખરીદદારો, આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ, વક્તાઓ, સોર્સિંગ સલાહકારો, ભાગીદારો, પ્રદર્શકો અને મુલાકાતીઓના અનુભવને વધારવા માટે ડિઝાઇન કરવામાં આવેલ એક સંકલિત ડિજિટલ પ્લેટફોર્મ છે.

સત્તાવાર ભારત ટેક્સ ૨૦૨૬ એપ આ કાર્યક્રમના ડિજિટલ-પ્રથમ અભિગમને પ્રતિબિંબિત કરે છે અને વ્યવસાયિક મેચમેકિંગ (મેળ બેસાડવો) ને મજબૂત કરવા, ઉપસ્થિત લોકોના અનુભવને સુધારવા, ડેટા-આધારિત જાેડાણને સક્ષમ કરવા અને ભારત ટેક્સ ૨૦૨૬ ના એકંદર સ્કેલ અને મહત્વાકાંક્ષાને ટેકો આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

આ એપને ભારત ટેક્સ ૨૦૨૬ માટે એક વ્યાપક ડિજિટલ સાથી તરીકે વિકસાવવામાં આવી છે, જે નોંધાયેલા સહભાગીઓને ઇવેન્ટની માહિતી મેળવવા, પ્રદર્શકોને શોધવા, બેઠકોનું સમયપત્રક નક્કી કરવા, સ્થળનું નેવિગેશન કરવા, લીડ્સ કેપ્ચર કરવા, જ્ઞાન સત્રો મેળવવા અને રીઅલ-ટાઇમ (ત્વરિત) અપડેટ્સ મેળવવા માટે સક્ષમ બનાવે છે, આ બધું એક જ મોબાઇલ ઇન્ટરફેસ દ્વારા ઉપલબ્ધ થશે.

આ એપ તમામ હિતધારકો જેમ કે પ્રદર્શકો, વક્તાઓ, આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ, વિદેશી ખરીદદારો, સ્થાનિક જથ્થાબંધ ખરીદદારો, સોર્સિંગ સલાહકારો અને સામાન્ય મુલાકાતીઓ માટે ક્યુરેટ કરાયેલ વ્યક્તિગત ઍક્સેસ, વ્યુઝ અને જાેડાણના સાધનો પ્રદાન કરે છે.

આ એપની મુખ્ય હાઇલાઇટ તેનું ‘છૈં સ્માર્ટ આસિસ્ટન્ટ‘ છે, જેને ઉપસ્થિત લોકો માટે ૨૪ટ૭ સંવાદાત્મક માર્ગદર્શક તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે. વપરાશકર્તાઓ સરળ ભાષામાં ઇવેન્ટ સંબંધિત પ્રશ્નો પૂછી શકશે અને ઇવેન્ટ, સ્થળ, સમયપત્રક, દિશાઓ અને અન્ય મુખ્ય પાસાઓ પર સંબંધિત માહિતી મેળવી શકશે. આ સુવિધા વપરાશકર્તા મૈત્રીપૂર્ણ અને પ્રતિભાવશીલ ડિજિટલ ઇન્ટરફેસ દ્વારા ભારતીય અને આંતરરાષ્ટ્રીય બંને ઉપસ્થિત લોકોને સહાય કરે તેવી અપેક્ષા છે.

આ એપ તેના નેટવર્કિંગ અને મીટિંગ મોડ્યુલ્સ દ્વારા માળખાગત વ્યવસાયિક જાેડાણને પણ સપોર્ટ કરશે. પ્રદર્શકો, ખરીદદારો અને પ્રતિનિધિઓ સંબંધિત ભાગીદારોને શોધી શકશે, બેઠકોનું સમયપત્રક નક્કી કરી શકશે, ઉપલબ્ધતાનું સંચાલન કરી શકશે, મીટિંગની વિનંતીઓ મેળવી શકશે અને પુષ્ટિ થયેલ ક્રિયાપ્રતિક્રિયાઓનો ટ્રૅક રાખી શકશે. લીડ વૉલેટ અને ઊઇ-આધારિત લીડ કેપ્ચર સુવિધા પ્રદર્શકો અને સહભાગીઓને ડિજિટલ બેજ સ્કેન કરવા અને ઇવેન્ટ પછીના ફોલો-અપ માટે માળખાગત સંપર્ક વિગતો સાચવવા માટે સક્ષમ બનાવશે.

આ એપ ભારત મંડપમમાં અદ્યતન નેવિગેશન અને રસ્તો શોધવા માટેની સહાય પણ આપશે. સહભાગીઓ ફ્લોર પ્લાન મેળવી શકશે, બૂથ શોધી શકશે, કંપનીઓનું સ્થાન જાણી શકશે અને સ્થળની અંદર સ્ટોલ-સ્તરની દિશાઓ મેળવી શકશે.

વૈશ્વિક ખરીદદારો અને વેપાર મુલાકાતીઓ માટે, પ્રદર્શક શોધ મોડ્યુલ વિવિધ પ્રદર્શક શ્રેણીઓમાં માળખાગત શોધ અને ફિલ્ટરિંગની મંજૂરી આપશે. વપરાશકર્તાઓ કંપનીઓને નામ, ઉત્પાદન શ્રેણી અને પ્રદર્શકના પ્રકાર દ્વારા શોધી શકશે, જે કાપડ મૂલ્ય શૃંખલામાં લક્ષિત સોર્સિંગ અને કેન્દ્રિત વ્યવસાયિક ક્રિયાપ્રતિક્રિયાઓને સક્ષમ કરશે.

આ એપ લાઈવ ઇવેન્ટ એજન્ડા અને જ્ઞાન સત્રોની પહોંચ પણ પ્રદાન કરશે, જે સહભાગીઓને સંપૂર્ણ કોન્ફરન્સ શેડ્યૂલ જાેવાની, વ્યક્તિગત એજન્ડા બનાવવાની અને સત્ર સંબંધિત એલર્ટ મેળવવાની મંજૂરી આપશે. આ ભારત ટેક્સ ૨૦૨૬ ના ભાગ રૂપે આયોજિત નીતિ વિષયક સંવાદો, ઉદ્યોગ ચર્ચાઓ અને જ્ઞાન આધારિત જાેડાણોમાં વધુ સારી ભાગીદારીને ટેકો આપશે.

ભારત ટેક્સ ૨૦૨૬ નું આયોજન ભારત સરકારના કાપડ મંત્રાલયના સહયોગથી ૧૧ કાપડ નિકાસ પ્રમોશન કાઉન્સિલ અને ઉદ્યોગ સંસ્થાઓના સંગઠન ‘ભારત ટેક્સ ટ્રેડ ફેડરેશન‘ દ્વારા કરવામાં આવી રહ્યું છે. માનનીય પ્રધાનમંત્રીના ૫હ્લ વિઝન — ફાર્મ ટુ ફાઇબર ટુ ફેક્ટરી ટુ ફેશન ટુ ફોરેન (Farm to Fibre to Factory to Fashion to Foreign) થી પ્રેરિત, આ ઇવેન્ટ ભારતને એક વિશ્વસનીય, ટકાઉ અને નવપ્રવર્તન-આધારિત વૈશ્વિક ટેક્સટાઇલ સોર્સિંગ અને રોકાણના સ્થળ તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે.

ભારત ટેક્સ ૨૦૨૬, જે ૧૪-૧૭ જુલાઈ ૨૦૨૬ દરમિયાન ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે યોજાવાનું નક્કી છે, તેમાં સમગ્ર વૈશ્વિક કાપડ ઇકોસિસ્ટમમાંથી ૭,૦૦૦ થી વધુ આંતરરાષ્ટ્રીય ખરીદદારો અને ૧,૩૦,૦૦૦ થી વધુ વેપાર મુલાકાતીઓ એકસાથે આવે તેવી અપેક્ષા છે. આ ઇવેન્ટ ભારતની સંકલિત કાપડ મૂલ્ય શૃંખલાને પ્રદર્શિત કરશે, જેમાં ફાઇબર, યાર્ન, કાપડ, વસ્ત્રો (એપેરલ), હોમ ટેક્સટાઇલ, ટેકનિકલ ટેક્સટાઇલ, હેન્ડલૂમ, હસ્તકલા, ટકાઉ કાપડ અને બુદ્ધિશાળી ઉત્પાદન ટેકનોલોજીનો સમાવેશ થાય છે. ભારત ટેક્સ ૨૦૨૬ એક્સ્પો વિશે વધુ માહિતી www.bha®a-tex.com પર ઉપલબ્ધ છે.