Gujarat

ખીરસરામાં ખેડૂત તાલીમ શિબિર

લાલપુર તાલુકાના ખીરસરા ગામે ખેડૂત તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિર આવતીકાલે, શુક્રવાર, 22 મેના રોજ યોજાશે. આ તાલીમ શિબિર સવારે 10:30 વાગ્યે ખીરસરા પ્રાથમિક શાળા ખાતે શરૂ થશે. ખેડૂતોને આ શિબિરમાં ભાગ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે આ માહિતી આર.વી. દેથરીયા દ્વારા જારી કરાયેલી યાદીમાં જણાવવામાં આવી છે.