જામનગર શહેરના સિટી એ પોલીસે દબાણ કરી રહેલી 28 જેટલી રેંકડીઓને પકડીને તેના ધારકોને પુરી દેતા રેંકડી ધારકોમાં નાસભાગ મચી જવા પામી હતી. જામનગર શહેરના દરબારગઢ સર્કલ થી રણજીત રોડ રોડ પર જવા માટે સીટી બસની બર્ધન ચોક થઇને પસાર થાય છે. પરંતુ જામનગર શહેરના દરબારગઢ થી સુભાષ માર્કેટ થી રણજીત રોડ માર્ક સુધીના અનેક રેકડીધારકો દબાણ સર્જીને બેઠા હોય છે અને સિટી બસને પસાર થવું પણ ખૂબ જ મુશ્કેલ બને છે. ઉપરાંત અવાર-નવાર ટ્રાફિક સમસ્યા સર્જાય છે.
આ સમસ્યાનું નિરાકરણ લાવવાના જામનગરની સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને જાહેર રસ્તા પર દબાણ દૂર કરીને રેકડી સહિત 28 વ્યક્તિઓની અટકાયત કરી લેવામાં આવી હતી, અને તમામ વિરૂધ્ધ બી.એન.એસ એક્ટર 285 કરી કડક કાર્યવાહી કરવામાં આવી હતી જેને લઈને દરબારગઢ વિસ્તાર તેમજ સુભાષ માર્કેટ વિસ્તારના રેકડીધારકોમાં ભારે નાશભાગ મચી ગઈ હતી.

