ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે સિટી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે આડોડીયાવાસમાં સફળ દરોડો પાડ્યો છે. પોલીસે જાહેર જગ્યા પર કુંડાળું વળીને હાર-જીતનો જુગાર રમી રહેલા ચાર મહિલાઓ સહિત કુલ પાંચ શખ્સોને રંગેહાથ ઝડપી લીધા છે. પોલીસે ઘટનાસ્થળેથી હજારોની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે. ક્રાઇમ બ્રાન્ચે તમામ આરોપીઓ વિરૂદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો દાખલ કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાહેર જગ્યામાં ચાલતા જુગારધામ પર ત્રાટકી પોલીસ આ બનાવ અંગે મળતી વિગતો અનુસાર, ભાવનગર એલ.સી.બી. પોલીસનો સ્ટાફ કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સિટી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો.
તે દરમિયાન બાતમીદારો પાસેથી ચોક્કસ માહિતી મળી હતી કે, ભાવનગર શહેરના આડોડીયાવાસ વિસ્તારમાં આવેલી એક જાહેર જગ્યામાં કેટલાક સ્ત્રી-પુરુષો ભેગા થયા છે અને ગંજીપાના વડે પૈસાની હાર-જીતનો ‘તીનપત્તી’ નો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે આયોજનબદ્ધ રીતે ઘટનાસ્થળે રેઇડ કરી હતી, જેમાં જુગાર રમી રહેલા પાંચેય જણાને પોલીસે કોર્ડન કરીને પકડી પાડ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓ
કરીનાબેન રોનીતભાઈ પરમાર (ઉં.વ. 20, રહે. આડોડિયાવાસ, ભાવનગર)
અર્જુન વર્ગીસ પરમાર (ઉં.વ. 32, રહે. આડોડીયાવાસ, ભાવનગર)
સપનાબેન મનોજભાઈ પરમાર (ઉં.વ. 27, રહે. આડોડિયાવાસ, ભાવનગર)
સોનીયાબેન સુશીલભાઈ પરમાર (ઉં.વ. 40, રહે. અમદાવાદ)
કાળીબેન નટવરભાઈ હરજીભાઈ રાઠોડ (ઉં.વ. 59, રહે. આડોડિયાવાસ, ભાવનગર)

