National

ધ્વનિ પ્રદૂષણના કાયદા પાલન મામલે મોરવા હડફ પોલીસે બે ડીજેના વાહનો ડિટેઈન કર્યા

પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લામાં અવારનવાર અલગ અલગ ડીજે સંચાલકો વચ્ચે હરીફાઈ યોજાતી હોવાની વ્યાપક ફરિયાદોને પગલે આખરે હવે વહીવટી તંત્ર દ્વારા કડક પગલા લેવામાં આવ્યા છે જેમાં મોરવા હડફ તાલુકાના કુવાઝર ગામે મોટા પાયે ઉંચા અવાજે ડીજે વગાડીને હરીફાઈ કરવાની તૈયારીઓ ચાલી રહી હોવાની માહિતી મળતા પોલીસે કડક કાર્યવાહી હતી.

મામલતદાર તાત્કાલિક એક્શનમાં આવ્યા હતા અને તેઓ પોતે જ કાફલા સાથે કુવાઝર ગામે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ સાથે જ તેમણે તાત્કાલિક સ્થાનિક પોલીસને પણ આ અંગે વાકેફ કરી સ્થળ પર બોલાવી લીધી હતી. મોરવા હડફ પોલીસની ટીમ ઘટનાસ્થળે ધસી ગઈ હતી અને આયોજન સ્ટેજ પર ચઢે અથવા હરીફાઈમાં ઉતરે તે પહેલાં જ બંને આધુનિક ડીજે ના સ્પેશીયલ વાહનોને રાઉન્ડઅપ કરી લીધા હતા. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને બંને ડીજે સિસ્ટમને ડિટેઈન કરી પોલીસ મથકે લાવી દીધી હતી અને સંચાલકો સામે દંડનીય કાર્યવાહીની પ્રક્રિયા હાથ ધરી હતી.

મોરવા હડફ પોલીસ દ્વારા ડીજે વાહનો ડિટેઈન કર્યા બાદ આરટીઓ (ઇ્ર્ં) વિભાગને પણ આ મામલે જાણ કરવામાં આવી હતી. ઇ્ર્ં અધિકારીઓ દ્વારા આ વાહનો અને જરૂરી કાગળોની બારીકાઈથી ચકાસણી કરવામાં આવી હતી, જેમાં ક્ષતિઓ જણાતા એક ડીજે સંચાલકને ૪૦,૫૦૦ રૂપિયાનો તોતિંગ દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ડીજે ના માલિકે તાબડતોબ નિયમોનુસાર દંડની રકમ ભરપાઈ કરી દીધી હોવાથી તેનું ડ્ઢત્ન વાહન મુક્ત કરવામાં આવ્યું હતું.

દંડ ભરીને મુક્ત થયેલા ડીજે માલિકને પોલીસે કડક શબ્દોમાં તાકીદ કરી છે કે, જાે ભવિષ્યમાં ફરીથી આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ કે નિયમોનું ઉલ્લંઘન કરતા પકડાશે, તો તેમના વિરૂદ્ધ વધુ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

ધ્વનિ પ્રદૂષણ મામલે વહીવટી તંત્રની આ રેડ દરમિયાન ડિટેઈન કરાયેલું બીજું ડીજે વાહન હજુ પણ મોરવા હડફ પોલીસ મથક ખાતે જમા છે. આ વાહનને પણ આરટીઓ દ્વારા મેમો આપવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યાનુસાર, આ ડીજે ના માલિક દ્વારા જ્યારે નિયત કરાયેલા ઇ્ર્ં મેમોની રકમ સત્તાવાર રીતે ભરપાઈ કરવામાં આવશે, ત્યાર બાદ જ આ બીજા ડીજેને પોલીસ સ્ટેશનમાંથી મુક્ત કરવામાં આવશે. તંત્રની આ આકરી અને ત્વરિત કાર્યવાહીના પગલે પંચમહાલ જિલ્લાના અન્ય ડીજે સંચાલકો અને ગેરકાયદે હરીફાઈઓનું આયોજન કરનારા તત્ત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.