જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના ઉમરાળી ગામે પકડાયેલા 1 કરોડથી વધુની કિંમતના વિદેશી દારૂના જથ્થા મામલે બુટલેગરને પાસા હેઠળ ધકેલવામાં આવ્યો છે.ભેંસાણમાં પંજાબના પટીયાલાના બુટલેગર હરમન વિપીનકુમાર કોહલી વિરુદ્ધ પાસા કાયદા હેઠળ કાર્યવાહી કરીને તેને સેન્ટ્રલ જેલ, અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.
કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે પાસા તથા તડીપાર જેવા અટકાયતી પગલાં લેવાની ઝુંબેશ ચાલી રહી છે.જેન લઈ ભેંસાણ પોલીસ સ્ટેશન ખાતે 1 કરોડથી વધુની કિંમતના વિદેશી દારૂના પ્રોહીબિશન ધારા હેઠળ નોંધાયેલા ગુનામાં સંડોવાયેલા આરોપી સામે પાસા દરખાસ્ત તૈયાર કરીને પોલીસ અધિક્ષક મારફત જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર યોગેશ ચૌધરી સમક્ષ મોકલવામાં આવી હતી.
ગેરકાયદેસર પ્રવૃત્તિની ગંભીરતાને ધ્યાનમાં લઈને જિલ્લા મેજીસ્ટ્રેટ અને જિલ્લા કલેકટર, જૂનાગઢ દ્વારા હરમન સ/ઓ વિપીનકુમાર રમેશકુમાર કોહલી (ઉં.વ. 28, ધંધો: વેપાર, રહે: મકાન નં. 92-એ, શેરી નં. 1, ગુરબક્ષ કોલોની, પટીયાલા, પંજાબ રાજ્ય) વિરુદ્ધ પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. પાસા વોરંટ ઇસ્યુ થયા બાદ આરોપીને પકડી પાડવા માટે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર બી.જી. ચેતરીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ વોચ અને તપાસમાં કાર્યરત હતો.

