અંબાજીથી ખેડબ્રહ્મા તરફ જતા મુખ્ય માર્ગ પર આજે એક ડમ્પર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર એટલી જાેરદાર હતી કે બાઇકના ફુરચેફુરચા ઊડી ગયા હતા અને આસપાસના સ્થાનિક લોકો અવાજ સાંભળીને ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
આ અકસ્માત અંગે મીડિયા સુત્રો થકી મળતી માહિતી મુજબ, એક મોટરસાઇકલ પર બે વ્યક્તિઓ સવાર થઈને પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન ખેડબ્રહ્મા રોડ પર કાળમુખા ડમ્પરે બાઇકને જાેરદાર ટક્કર મારી હતી. બાઇક પર સવાર બંને વ્યક્તિઓ રોડ પર ફંગોળાયા હતા, જેમાં એક વ્યક્તિને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર અતિશય ઇજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કરુણ અને કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે બાઇક પર બેઠેલા અન્ય એક વ્યક્તિને પણ નાની-મોટી અને ગંભીર ઇજાઓ થઈ હતી.
આ અકસ્માત થતાં જ હાઇવે પરથી પસાર થતા વાહનચાલકોએ માનવતા દાખવી તાત્કાલિક ઇમરજન્સી સેવા ૧૦૮ ને ફોન કર્યો હતો. ૧૦૮ની ટીમ મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી હતી અને લોહીલુહાણ હાલતમાં રહેલા ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર અર્થે અંબાજીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો, જ્યાં તબીબો દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી છે. બીજી તરફ, હાઇવે પર અકસ્માતની જાણ થતાં જ અંબાજી પોલીસનો મોટો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતકના શવને પીએમ માટે મોકલી આપી અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે.

