Gujarat

કુંભારવાડા અક્ષરપાર્ક વિસ્તારમાં જુગાર રમતા 8 શખસ ઝડપાયા

ભાવનગરના કુંભારવાડા અક્ષરપાર્ક વિસ્તારમાં ગતરોજ જાહેર જગ્યા પર તીન પત્તીનો જુગાર રમી રહેલા આઠ શખ્સોને બોરતળાવ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે ઘટનાસ્થળેથી જુગારનું સાહિત્ય અને રોકડા રૂ. 16,420 કબ્જે કર્યા છે. આ મામલે તમામ આરોપીઓ વિરુદ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

8 શખસ જૂગાર રમતા ઝડપાયા બોરતળાવ પોલીસ મથકનો સ્ટાફ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો, ત્યારે તેમને અક્ષરપાર્ક શેરી નં. 15 પાસે જાહેર ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો જુગાર રમતા હોવાની માહિતી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન પૈસા અને પાના વડે તીન પત્તીનો જુગાર રમતા આઠેય શખ્સો પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.

પકડાયેલા આરોપીઓના નામ પકડાયેલા આરોપીઓમાં મનુસખ દોપુભાઈ ગોહેલ, ભાવિન મેરાભાઈ મકવાણા, મહમદ અબ્બાસભાઈ ફકીર, વલ્લભ જેરામભાઈ ચૌહાણ, કરણ ભરતભાઇ ડાભી, અશોક ભીખાભાઇ વાઘેલા, નરશી મગનભાઈ સોલંકી અને રસિક પરસોત્તમભાઈ મકવાણા (તમામ રહેવાસી. ભાવનગર) નો સમાવેશ થાય છે. પોલીસે આ તમામ શખ્સો સામે જુગારધારા એક્ટ 12 મુજબ ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે.