Gujarat

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિકાસ કાર્યોની મુલાકાત

ભાવનગર મહાનગરપાલિકાની નવનિયુક્ત ટીમ દ્વારા શહેરના વિકાસ કાર્યોને ગતિ આપવા માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે આજે મેયરની અધ્યક્ષતામાં, ચેરમેન, કમિશનર, ડેપ્યુટી મેયર અને શાસક પક્ષના નેતા સહિતની ટીમ દ્વારા શહેરના મહત્વપૂર્ણ વિકાસ કાર્યોની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ચાલી રહેલા કામોની ગુણવત્તા અને સમયસીમાની સમીક્ષા કરવાનો હતો.

​ગઢેચી-વડલાથી કંસારા રોડ પર ગઢેચી-વડલા વિસ્તારમાં ચાલી રહેલા વિકાસ કાર્યો અને શુદ્ધિકરણ પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવી હતી, આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાની નિર્ધારિત સમયસીમા ડિસેમ્બર 2027 સુધીની છે, તેમજ​કડિયાનાકાના મજૂરો માટે સુવિધાઓમાં ફ્લાયઓવરની નીચેના ભાગને વ્યવસ્થિત કરી, ત્યાં રોજીંદી મજૂરી માટે આવતા હજારો શ્રમિકો માટે અત્યાધુનિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે, અહીં મજૂરો માટે બેસવાની વ્યવસ્થા, પીવાનું પાણી અને સ્વચ્છ ટોઇલેટની સુવિધા તૈયાર કરવામાં આવી રહી છે, જેનું કામ આ જૂન મહિનામાં જ પૂર્ણ થઈ જશે.

તેમજ ​ફ્લાયઓવર નીચે સ્પોર્ટ્સ અને મનોરંજન ઝોન બનાવવામાં આવશે, બ્રિજની નીચેની ખાલી જગ્યાનો નવતર પ્રયોગ દ્વારા સદુપયોગ કરવામાં આવી રહ્યો છે અહીં ગેમ ઝોન, ક્રિકેટ બોક્સ, પિનલ બોલની સુવિધા અને આકર્ષક ડિઝાઈનવાળા કાફે બનાવવાનું આયોજન છે, જે શહેર માટે એક ‘વિકાસ મોડેલ’ બની રહેશે. હાદાનગરમાં બની રહેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર PHCની પણ મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આ મુલાકાત દરમિયાન જે પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરવામાં આવ્યું, તેનું કુલ અંદાજિત બજેટ 70 કરોડ રૂપિયાથી વધુ છે તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે મોટાભાગના કામો નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે,​ભાવનગર મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલા આ લોકઉપયોગી કાર્યોથી શહેરીજનોને મોટી રાહત મળશે અને શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે.