સતલાસણા પંથકની અને વિસનગરમાં રહેતી એક સગીર સહિત બે સગી બહેનોને તેના જ પંથકના યુવકે પિતા અને ભાઇને મારી નાંખવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. આટલું જ નહીં બંન્ને બહેનોએ મળવાનું બંધ કરી દેતાં સમાજના ગૃપમાં ફોટો વાયરલ કરી દીધા હતા. આ બનાવ અંગે યુવતીએ વિસનગર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે પોક્સો સહિતના ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી હતી.
18 વર્ષની યુવતી કે જે શહેરની એક સ્કૂલમાં અભ્યાસ કરતી હતી તે દરમિયાન શાળા બહારથી પસાર થઈ રહી હતી. તે સમયે તેના જ પંથકનો ચૌધરી નવીન કાનજી નામનો શખ્સ સ્વીફ્ટ ગાડી લઇને ઉભો હતો અને નવીને યુવતીને ગાડીમાં બેસવાનું કહેતાં યુવતી તેને ઓળખતી હોવાથી ગાડીમાં બેસી ગઇ હતી. જે બાદ અવાર-નવાર આ યુવક યુવતીને સ્કૂલેથી ગાડીમાં બેસાડી લઇ જતો હતો.

આ દરમિયાન એક દિવસ નવીન યુવતીને ગાડીમાં બેસાડી લઇ જતો હતો, ત્યારે નવીને યુવતીને રસ્તામાં રિલેશનશિપ રાખવાનું કહેતાં યુવતીએ ના પાડી હતી. જેથી નવીને તેના માતા-પિતા અને ભાઇને મારી નાંખવાની ધમકી આપી મરજી વિરુધ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ યુવતીના બિભત્સ ફોટો પાડી લઈ કોઇને કહીશ તો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી આપી અવાર નવાર દુષ્કર્મ કર્યું હતું
આ વચ્ચે એક વર્ષ પહેલા યુવતી તેની સગી નાની બહેનને આ નવીનની ગાડીમાં બેસીને જતી જોઇ જતાં તેણે પોતાની બહેન સાથે આ બાબતે વાત કરી હતી. જેથી સગીર બહેને જણાવ્યું કે, નવીને એના બિભત્સ ફોટો બતાવી, ધમકી આપી તેની સાથે પણ ગાડીમાં અવાર નવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. જ્યાં બંન્ને બહેનોએ નવીન સાથેનો તમામ પ્રકારનો સંપર્ક તોડી દીધો હતો.

