ગ્રામીણ વિસ્તારોને સુદ્રઢ રોડ કનેક્ટિવિટી મળવાથી ઇઝ ઓફ લિવિંગ અને પ્રવાસન ક્ષેત્રનો વધુ વિકાસ થશે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અતિ મહત્વના માર્ગોને ફોરલેન તરીકે વિકસાવવાનો અભિગમ અપનાવ્યો છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ ૬૨૯ કરોડ રૂપિયા કચ્છ જિલ્લાના ૬ રસ્તાઓના ફોરલેન માટે મંજૂર કર્યા છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોને સુદ્રઢ રોડ કનેક્ટિવિટી મળી રહે તેવી જનહિતકારી નેમ સાથે આ જે માર્ગોને ચાર માર્ગીય કરવા માટે નાણાં ફાળવ્યા છે તેમાં મુન્દ્રા લુણી વડાલા રોડના ૪.૧ કિ.મી., વાઈડનીંગ અને ઈમ્પ્રુવમેન્ટ ઓફ દેશલપર સીરચા રોડ ૫.૧ કિ.મી., મુન્દ્રા ઝરપરા કાંડગરા ધ્રબ અને ઝરપરા ગામના બાયપાસ રોડના ૫.૫ કિ.મી., નાવીનલ ગામના બાયપાસ રોડના ૩.૩ કિ.મી, મોટા કાંડગરા ગામના ૪.૫ કિ.મી., અને મુન્દ્રા ઝરપરા કાંડગરા રોડ ચે. ૧૯થી ૩૯ ના ૨૦ કિ.મી.નો સમાવેશ થાય છે.
આ ફોરલેન માર્ગો બનવાના પરિણામે ગ્રામજનો માટે મહર્વપૂર્ણ અને સુવિધાયુક્ત બની રહેશે. એટલુ જ નહિ, બાયપાસ બનવાથી મુન્દ્રા પોર્ટ અને આસપાસના નાના-મોટા ઈન્ડસ્ટ્રીયલ કોમર્શીયલ વિસ્તારોમાં અવર-જવર કરતા ભારે વાહનો ઝડપથી અને સુરક્ષિત માલ પરિવન કરી શકશે.
આ માર્ગોના વિકાસ થતાં કચ્છમાં પ્રવાસન ક્ષેત્રને પણ વધુ બળ મળશે અને લોકોનું ઈઝ ઓફ લિવિંગ પણ વધશે.

