ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનો પ્રારંભ થયો હતો. જામનગર જિલ્લામાં વિવિધ પરીક્ષા કેન્દ્રો પર શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાઓ યોજાઈ હતી. જિલ્લા શિક્ષણ તંત્રએ જણાવ્યું કે, પ્રથમ દિવસે એકપણ કોપી કેસ નોંધાયો નથી.
ધોરણ 10ની પૂરક પરીક્ષામાં આજે ગણિત વિષયનું પેપર લેવાયું હતું. આ પરીક્ષા માટે કુલ 2094 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 1653 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જ્યારે 441 ગેરહાજર રહ્યા હતા.
આ ઉપરાંત, ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષામાં આજે આંકડાશાસ્ત્ર વિષયની પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષા માટે 390 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જેમાંથી 3300 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને 90વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.
જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો પર જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. બોર્ડની માર્ગદર્શિકા મુજબ ચુસ્ત દેખરેખ હેઠળ પરીક્ષાઓ લેવાઈ હતી. પ્રથમ દિવસના પ્રથમ સત્રમાં ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષામાં એકપણ કોપી કેસ ન નોંધાતા પરીક્ષાનો પ્રારંભ સુચારુ અને શાંતિપૂર્ણ રીતે થયો હોવાનું જાણવા મળ્યું છે.

