સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
——————————————————————–
સાવરકુંડલાનો બાયપાસ રોડ તાત્કાલિક શરૂ કરવામાં નહીં આવે તો ઉપવાસ આંદોલનના મંડાણ થશે તેવું આક્રોશ સાથે શહેર કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ હસુભાઈ સુચકે
આ અંગે હસુભાઈ સુચકે જણાવેલ હતું કે બાય પાસ રોડ બની ગયો હોવા છતાં રોડ શરૂ ન કરતા કેટલાક માતા એ પોતાના સંતાનો ગુમાવીયા કેટલીક બહેનોએ પોતાના ભાઈઓ ગુમાવીયા છતાં પણ સરકાર માં બેઠેલા સત્તાધીશોની આંખ ખુલતી નથી અને પેટનું પાણી પણ હલતું નથી
આ બાયપાસના અભાવે ટુવ્હીલ થી ભારે અને અતિ ભારે વાહનો શહેરમાંથી પસાર થતા હોય છે તેમજ શાકભાજી વાંળા પણ રોડ ઉપર શાકભાજી વેહચવાથી ટ્રાફિક વારમ વાર એટલે દિવસમાં ચાર થી પાંચ વાર ટ્રાફિક જામ થઈ જાય છે તેમ નાના મોટા અકસ્માતો પણ સર્જાતા હોય છે
આ બાયપાસના અભાવે અગાઉ અનેક અકસ્માતો થાય છે તેમ કેટલીક માતા એ તેના લાડકવાયા ગુમાવ્યા છે તો જો બાય પાસ રોડ શરૂ નહીં થાય ને તો હજુ કેટલીક માતાપિતાના લાડકવાયા ગુમાવે તે કહી ન શકાય
ભાજપવાળાઓએ આમ જનતા પાસે થી વિકાસના નામે મતો લીધા છે જ્યારે વિકાસના નામે મીંડું જોવા મળે છે અને ગરીબ માધ્યમ કે આમ જનતાની સમસ્યા ઓ તો એવી ને એવી ઉભી છે આમજનતાને ગેરમાર્ગ દોરી મતો લેનારી ભારતીય જનતા પાર્ટી વાળાઓ લોક સમસ્યાનો અવરીત પણે ઉકેલ લાવે નહીંતર આંદોલન કરી હાલ કરશું
આ અંગે શહેર કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ હસુંભાઈ સુચકે એમ પણ જણાવેલ હતું કે ગુજરાત અને કેન્દ્રમાં ભાજપની સરકાર છે ત્યારે આ બાયપાસ રોડનો પ્રશ્નો ગુજરાતનો હોય કે કેન્દ્ર સરકારનો હોય તો પછી તે પ્રશ્નો હલ કેમ નથી? થતો તેવો વેધક સવાલ પણ કરેલ છે આ બાયપાસ રોડની સમસ્યા હલ કરવા લોકોએ અનેકવાર અવાર નવાર રજૂઆતો કરી છતાં પણ આ ભાજપ સરકારનું પેટનું પાણી પણ હલતું નથી ત્યારે આ બાયપાસ રોડનો પ્રશ્નો ટૂંકા સમયમાં ઉકેલવામાં નહીં આવેતો જલદ આંદોલન કરશું તેવું આક્રોશ સાથે અંતમાં ચીમકી હસુભાઈ સુચકે ઉચ્ચારી હતી


