Gujarat

સવારના સેશનમાં ધો-10 અને 12ના 616 વિદ્યાર્થીઓ હાજર, 382 ગેરહાજર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત જૂન, 2026ની પૂરક પરીક્ષાના બીજા દિવસે સવારના સેશનમાં ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને કડક માહોલમાં યોજાઈ હતી. સવારના સેશનમાં બંને પ્રવાહના થઈને કુલ 998 નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી 616 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા હાજર રહ્યા હતા, જ્યારે 382 અરજદારો ગેરહાજર નોંધાયા હતા. શિક્ષણ બોર્ડના જણાવ્યા અનુસાર, તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરાની તીક્ષ્ણ નજર હેઠળ પરીક્ષા લેવાઈ હતી.

ધોરણ-10માં સામાજિક વિજ્ઞાનની પરીક્ષામાં 335 વિદ્યાર્થીઓ ગેરહાજર આજરોજ પૂરક પરીક્ષાના બીજા દિવસે સવારના સેશનમાં ધોરણ-10 માટે ‘સામાજિક વિજ્ઞાન’ વિષયની પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષા માટે બોર્ડ દ્વારા કુલ 6 વિશેષ પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા હતા. આ વિષયમાં કુલ 836 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જેમાંથી 501 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે હાજર રહ્યા હતા, જ્યારે 335 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

ધોરણ-12 સામાન્ય પ્રવાહ, અર્થશાસ્ત્રના પેપરમાં 115 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી બીજી તરફ, ધોરણ-12 સામાન્ય પ્રવાહ માટે સવારના સેશનમાં ‘અર્થશાસ્ત્ર’ (ઇકોનોમિક્સ) વિષયનું પેપર હતું. ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે કુલ 1 પરીક્ષા કેન્દ્ર રાખવામાં આવ્યું હતું. આ કેન્દ્ર પર કુલ 162 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જેમાંથી 115 વિદ્યાર્થીઓ સમયસર હાજર રહ્યા હતા, જ્યારે 47 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા.