Gujarat

સાણંદમાં ચાલુ ટ્રકમાં ભીષણ આગ, ડ્રાઈવરનો આબાદ બચાવ

સાણંદના માધવનગર પાસે આવેલી વાઘેશ્વરી હોટલ નજીક મોડી રાત્રે એક ચાલુ ટ્રકમાં ભીષણ આગ લાગી હતી. વિરમગામથી સાણંદ તરફ આવી રહેલી આ ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં અફડાતફડી મચી ગઈ હતી. સદનસીબે, ટ્રક ડ્રાઈવર સમયસર બહાર નીકળી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાનિ થઈ ન હતી. પ્રાથમિક અનુમાન મુજબ, શોર્ટ સર્કિટને કારણે આ આગ લાગી હોવાનું મનાય છે.આ ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને ટ્રાફિક જામ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતાં જ સાણંદ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરાઈ હતી. ફાયરની એક ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્રણ કલાકની ભારે જહેમત બાદ ટ્રકની આગ પર કાબુ મેળવ્યો હતો.