Gujarat

12 ગામોના ચેકડેમ ભરવા, નદી પટમાં ન જવા તંત્રની ચેતવણી

જામજોધપુર તાલુકાના સતાપર નજીક આવેલા ડાઈમીણસાર ડેમમાંથી 106 એમસીએફટી પાણી છોડવામાં આવ્યું છે. આ પાણી 12 ગામોના ચેકડેમ ભરવા માટે ડેમના ગેટ ખોલીને છોડાયું છે. પાણીના પ્રવાહને ધ્યાનમાં રાખી સિંચાઈ વિભાગે આસપાસના ગામોના લોકોને નદીના પટમાં ન જવા ચેતવણી આપી છે. જે ગામોને ચેતવણી અપાઈ છે તેમાં સતાપર, બાલોચ, દેવડા, કંડોરણા, ખીરસરા, મહિરા, ગેરાણા, ભોડદર, વાલોતરા, પાદરડી, જાંબુ અને એરડાનો સમાવેશ થાય છે.