ગિરગઢડા
ભરત ગંગદેવ.
શ્રી યમુનાજી પધાર્યા મારે ઘેર રે આજ આનંદ ની લ્હેર શ્રી જલારામ મંદિર સેવા ટ્રસ્ટ સંચાલિત નગરશેઠની હવેલી દેવ મંદિર ખાતે શ્રી યમુનાષ્ટક રસપાન મહોત્સવ નું આયોજન *તારીખ ૨૫-૧૨-૨૦૨૧ શનિવાર થી તારીખ ૨૯-૧૨-૨૦૨૧ બુધવાર સુધી બપોરના ૦૩:૩૦ થી સાંજના ૭:૦૦ વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. વક્તા તરીકે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ ભાગવતાચાર્ય સારસ્વત ગુરુ શાસ્ત્રી શ્રી કેતનભાઇ પેરાણી (માળીયાહાટીના વાળા) પોતાની સંગીતમય શૈલીમાં પુષ્ટિ રસનું અમૃતપાન કરાવશે. પોથીયાત્રા તારીખ ૨૫-૧૨-૨૦૨૧ ના રોજ બપોરના ૩:૦૦ કલાકે નીકળશે. આ મહોત્સવના મનોરથી શ્રી વીરબાઇ માં મહિલા મંડળ ના બહેનોછે.આ મહોત્સવ નો લાભ લેવા શ્રી જલારામ મંદિર સેવા ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ મશરૂ ત્થા ટૃસ્ટીગણ હાર્દીક નિમંત્રણ પાઠવે છે…
