Gujarat

પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયેલા વધારાની અસર હવે સરકારી સેવાઓ પર પણ જાેવા મળી!

અમદાવાદ ફાયર બ્રિગેડના ચાર્જમાં ઝીંકાયો વધારો, નિયમો તોડનારી કંપનીઓને થશે જેલ અને લાખોનો દંડ
મોંઘવારીની અસર હવે સરકારી સેવાઓ પર પણ જાેવા મળી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝે પોતાની વિવિધ સેવાઓના ચાર્જમાં સુધારો અને વધારો કર્યો છે. સ્થાયી સમિતિની બેઠકમાં લેવાયેલા આ ર્નિણય મુજબ, હવે વિવિધ સેવાઓ માટે અગાઉ કરતા દોઢથી ત્રણ ગણો ચાર્જ ચૂકવવો પડશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયર સેવાઓના ચાર્જમાં છેલ્લે વર્ષ ૨૦૧૧માં ફેરફાર કરવામાં આવ્યો હતો. આશરે ૧૫ વર્ષના લાંબા ગાળા બાદ આ ચાર્જમાં નવો સુધારો કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, જાે અમદાવાદ શહેરની હદની અંદર કોઇપણ પ્રકારની આગ કે અકસ્માતની કોઈ ઘટના બને છે, તો નાગરિકો પાસેથી કોઈ પણ પ્રકારનો ચાર્જ વસૂલવામાં આવશે નહીં. એટલે કે, શહેરી વિસ્તાર માટે ફાયર બ્રિગેડની સેવાઓ અગાઉની જેમ જ સંપૂર્ણપણે નિ:શુલ્ક રહેશે.
શહેરની હદની બહારના વિસ્તારો, જીઆઈડીસી તેમજ ખાનગી ઔદ્યોગિક એકમો કે રિફાઇનરીઓમાં જ્યારે આગની ઘટના બને અને ત્યાં અમદાવાદ ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવે, ત્યારે હવે નવા નિર્ધારિત ચાર્જ લાગુ થશે. અગાઉ આ સેવાઓ માટે ઘટનાના પ્રકાર અને સમયના આધારે રૂ. ૩૦૦થી રૂ. ૧૦૦૦ સુધીનો ચાર્જ લેવાતો હતો, જે હવે વધારીને ૮ કલાકની સમયમર્યાદા માટે લઘુતમ રૂ. ૧૬૦૦ નક્કી કરવામાં આવ્યો છે.
જાે નિયત ૮ કલાક કરતાં વધુ સમય લાગશે, તો વધારાના કલાકો મુજબ અલગથી ચાર્જ વસૂલવામાં આવશે. આ સિવાય, ફાયર બ્રિગેડના સ્ટાફને ચૂકવવાનું થતું ભથ્થું પણ જે-તે અરજદારે અલગથી ભોગવવાનું રહેશે.
સુધારેલા દરોની સંપૂર્ણ વિગત નીચે મુજબ:
સેવા વિગત વિસ્તાર અગાઉનો ચાર્જ (રૂ.) હવેનો નવો ચાર્જ (રૂ.)
અંગાર / બચાવ કોલ અમદાવાદ શહેર ૦૦ ૦૦
અમદાવાદની બહાર૫૦૦-૧૦૦૦૧૬૦૦
પ્રાઇવેટ બંદોબસ્ત અમદાવાદ શહેર ૩૦૦ ૧૬૦૦
અમદાવાદની બહાર૫૦૦૧૬૦૦
ફાયર સેફ્ટી તાલીમ અમદાવાદ શહેર ૦૦ ૦૦
અમદાવાદની બહાર૨૦ / કિમી૧૬૦૦
શું છે કાયદો-
ગુજરાતમાં કોઈપણ ફેક્ટરી, ઇન્ડસ્ટ્રી કે રિફાઇનરીમાં આગ લાગે ત્યારે માત્ર આ ચાર્જ જ નહીં, પણ જાે તેમની બેદરકારી હોય તો મોટી કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે. આ માટે સરકાર “ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેઝર્સ એક્ટ, ૨૦૧૩” નો ઉપયોગ કરે છે.